AHMEDABAD : ન્યુ રાણીપમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, ખોડિયાર મંદિર પાસે 2 કિમી રસ્તો ખરાબ

|

Aug 05, 2021 | 2:16 PM

હજી તો એવો ભારે વરસાદ વરસ્યો પણ નથી તેમ છતાં શહેરના અનેક રસ્તાનું ધોવાણ થયું છે. અનેક રસ્તા ખાડાગ્રસ્ત થયા છે.

AHMEDABAD : રાજ્યનું આર્થિક પાટનગર અને કહેવાતું સ્માર્ટ સિટી અમદાવાદ હવે ખાડાઓનું શહેર બની ગયું છે. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી કેટલી નબળી છે તે ચોમાસા દરમિયાન ખબર પડી ગઈ છે. હજી તો એવો ભારે વરસાદ વરસ્યો પણ નથી તેમ છતાં શહેરના અનેક રસ્તાનું ધોવાણ થયું છે. અનેક રસ્તા ખાડાગ્રસ્ત થયા છે.

શહેરના ન્યુ રાણીપમાં પણ લોકો બિસ્માર રસ્તાથી પરેશાન છે. અહીં ખોડિયાર મંદિર આસપાસના 2 કિલોમીટરનો રસ્તો ઉબડ-ખાબડ છે, જેના કારણે ઘણીવાર અકસ્માતો પણ સર્જાય છે.સ્થાનિકોએ તાત્કાલિક આ રસ્તો બનાવવાની માંગ કરી છે.

સાથે જ કાળી ગામ પાસેનાં ગરનાળામાં પણ પાણી ભરાઈ રહેતું હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ ગરનાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.અહીં નર્મદાનું પીવા માટેનું પાણી પણ ખૂબ મર્યાદિત સમય માટે આવે છે.. સ્થાનિકોની માંગ છે કે દિવસના બે કલાક પાણી આપવામાં આવે.

આ પણ વાંચો : AHMEDABAD : કપાસિયા તેલના ભાવ ઓલટાઇમ હાઇ, સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ મોંઘુ

આ પણ વાંચો : AHMEDABAD : આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીએ ફરીવાર સોશિયલ મીડિયા ગ્રૂપમાં સ્કુલની જ વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટો મુક્યા

Next Video