અમદાવાદ પોલીસે મુખ્યપ્રધાનની લીધી શુભેચ્છા મુલાકાત, ભૂપેન્દ્ર પટેલે કહ્યુ મજૂર-શ્રમિકો હેરાન ના થાય તે જોજો

|

Dec 15, 2022 | 2:51 PM

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં, અમદાવાદ શહેરના તેમજ શહેરના વિવિધ ઝોનના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અમદાવાદ પોલીસે મુખ્યપ્રધાનની લીધી શુભેચ્છા મુલાકાત, ભૂપેન્દ્ર પટેલે કહ્યુ મજૂર-શ્રમિકો હેરાન ના થાય તે જોજો
ahmedabad police visited chief minister bhupendra patel

Follow us on

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમની સાથે અમદાવાદ શહેરના પોલીસ બેડાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને માર્ગદર્શન આપ્યુ હતું.

આ મુલાકત દરમિયાન પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાત, મદદ અને સલામતી વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા.

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ આ રીતે કામ કરશે અમદાવાદ પોલીસ

અમદાવાદના આંગણજ વિસ્તારમા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામા આવી રહ્યો છે. જેમા દેશના માન્નીય વડા પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મહોત્સવનુ અનાવરણ કર્યુ હતુ. તેની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે પુરતી તૈયારી કરી હતી. આ મહોત્સવ 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કાર્યક્રમ ઉજવવામા આવશે. તેમા દેશ અને વિદેશના મોટા નેતાઓ પણ જોડાશે તેથી સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે. ગુજરાત તેમજ દેશ-વિદેશના નાગરીકો પણ આ મહોત્સવમા જોડાયા છે તો તમામ લોકોની સુરક્ષા-સલામતિની જવાબદારી અમદાવાદ પોલીસે લીધી છે. આ અગાઉ ગાંધીનગર અક્ષરધામ મંદિરમા 2002ના આતંકી હુમલાને ધ્યાનમા રાખતા આ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમા અમદાવાદ પોલીસે પોતાની આગવી રણનીતિ બનાવી છે.જેથી કોઈ પણ જાતની દુરઘટનાનો સામનો ના કરવો પડે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ કેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેશે

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમા કેટલા સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવવાના છે તેથી મુખ્યમંત્રીને અવગત કર્યા હતા. જેમા આ મહોત્સવમા કુલ 1500થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. જેમા 25 થી 30 પીઆઈ અને પીએસઆઈ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 2 SRP કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહોત્સવમા આવનારા VVIP લોકો માટે અલગ કેટેગરી પ્રમાણે બંદોબસ્ત ગોઠવવામા આવશે.

Next Article