Ahmedabad: 12 વર્ષની વયે મળેલી બાળકીનો 10 વર્ષની મહેનત બાદ પરિવાર મળ્યો, પોલીસ મિલન કરાવશે

|

Feb 05, 2022 | 7:01 PM

અમદાવાદના બાપુનગરમાં 12 વર્ષની વયે મળેલી બાળકીના 10 વર્ષ બાદ પરિવારનો પતો લાગ્યો છે જેથી પોલીસ ઝારખડમાં યુવતીને પરિવાર સાથે મિલન કરાવશે, 12 વર્ષની બાળકીના માતા પિતા બનેલી પોલીસ હવે યુવાન દીકરીને તેના પરિવારને સોંપશે

Ahmedabad: 12 વર્ષની વયે મળેલી બાળકીનો 10 વર્ષની મહેનત બાદ પરિવાર મળ્યો, પોલીસ મિલન કરાવશે
12 વર્ષની વયે મળેલી બાળકીના 10 વર્ષ બાદ પરિવારને મળશે.

Follow us on

બાપુનગરમાં 12 વર્ષની વયે મળેલી બાળકીના 10 વર્ષ બાદ પરિવારનો પતો લાગ્યો છે જેથી પોલીસ ઝારખડમાં યુવતીને પરિવાર સાથે મિલન કરાવશે. 12 વર્ષની બાળકીના માતા પિતા બનેલી પોલીસ હવે યુવાન દીકરીને તેના પરિવારને સોંપશે.

10 વર્ષ પહેલાં બાપુનગરમાં પોલીસને ઝારખંડની 12 વર્ષની બાળકી બિનવારસી મળી આવી હતી. બાળકીનું કોઈ વાલી ન હતું એટલે પોલીસ માં બાપ બની બાળકીને મહિપતરામ આશ્રમમાં મુકીને સાચવી હતી. 2012માં આ બાળકી અમદાવાદ આવી ગઈ પણ તે કઈ રીતે આવી તે કોઈ જાણતું ન હતું.

બાળકી બાપુનગર વિસ્તારમાં આવી અને પોલીસે તેંના માતા પિતાને શોધવા પ્રયાસ કર્યા પણ બાળકી ફક્ત ઝારખંડની ભાષા જાણતી હતી. અન્ય કોઈ ભાષા જાણતી ન હતી અને કોઈ તેની ભાષા સમજી શકતું ન હતું તેવામાં અમદાવાદના મહિપતરામ આશ્રમમાં બાળકીને રાખી માનસિક સારવાર કરી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

4 વર્ષની સારવાર બાદ બાળકીને ગુજરાતી અને હિન્દી ભાષા શીખવાડવામાં સફળતા મળી. જે બાદ 10 વર્ષ પછી યુવાન થયેલી યુવતીના કાઉન્સિલિંગમાં તેના ઘરની ઓળખ થઈ અને આ દીકરીને તેનો પરિવાર મળ્યો.

12  વર્ષની રેખા ઉર્ફે ઉષાનું 10 વર્ષ સુધી કાઉન્સેલિંગ કરાયું અને એક દિવસ એ બોલી કે મારા ગામમાં એક મંદિર છે, નજીક તળાવ છે અને બિહાર થઈને મારા ઘરે જવાય આટલી વાત જાણી અને પોલીસ મહિપતરામ આશ્રમ આવી લોકેશનના ગામ શોધવા લાગ્યા અને ઝારખડનું એક ગામ મળી આવ્યું.

આ ગામમાં પોલીસ અને સ્થાનિકમાં તપાસ કરતા બાળકી આ ગામની જ હોવાનું ખુલ્યું. પરંતુ તેના માતા પિતા તો હવે હયાત નથી પણ આ ગાયબ બાળકીની બહેનનો સંપર્ક થયો. આજે પોલીસ અને આશ્રમના સ્ટાફ 10 વર્ષ બાદ બાળકીને ઝારખાંડ મુકવા જશે. 10 વર્ષ બાદ બાળકી તેના પરિવારને મળશે. જેની ખુશી અને સંતોષ બાળક અવસ્થામાં મળેલી યુવતીની આંખોમાં જોવા મળી આવ્યો.

10 વર્ષ બાદ બાળકીમાંથી યુવાન થયેલી યુવતીને પરિવાર મળ્યો. બાળકી જે સમયે ઘરેથી નીકળી ત્યારે તે  સમયે તેના માતા-પિતા જીવિત હતા પરંતુ હવે માતા-પિતા નથી. પરંતુ પોલીસ અને મહિપતરામ આશ્રમે માતા પિતા  બનીને તેનો ઉછેર કર્યો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ.

આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસ : કટ્ટરપંથી અને આતંકવાદ કનેક્શન સહિત વિવિધ મુદ્દે ATSએ શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ માગ્યા

આ પણ વાંચોઃ Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા

Published On - 5:54 pm, Sat, 5 February 22

Next Article