Ahmedabad: કાયદાનો ભંગ કરતા 77 પોલીસકર્મી ઝડપાયા, બ્લેક ફિલ્મ, પોલીસના લખાણ અને હેલ્મેટ અંગે કર્યો દંડ

|

Jul 31, 2021 | 7:56 AM

માસ્ક અને સીટ બેલ્ટ અંગે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકની ઝુંબેશ દરમિયાન સાત દિવસમાં કુલ 77 કેસ થયાં હતા.

Ahmedabad: ટ્રાફિક પોલીસ (Ahmedabad Police) દ્રારા કાયદાનો ભંગ કરતા પોલીસ કર્મી સામે ડ્રાઇવ ઝુંબેશ ચાલવામાં આવી હતી. જેમાં કાયદાનો ભંગ કરતા 77 પોલીસકર્મી ઝડપાયા હતા. આ ઝુંબેશથી ટ્રાફિક પોલીસે 57 હજારથી વધુનો દંડ પણ વસૂલ કર્યો હતો. જુઓ કઈ કઈ બાબતોને લઈને દંડયા છે ખુદ પોલીસકર્મીઓ.

 

ટ્રાફિક પોલીસ દ્રારા કાયદાનું ભંગ કરતા પોલીસ કર્મી સામે ડ્રાઇવ ઝુંબેશ ચાલવામાં આવી હતી જેમાં બ્લેક ફિલ્મ, પોલીસના લખાણ અને હેલ્મેટ અંગે દંડ ફટકારવામાં આવ્યો હતો. માસ્ક અને સીટ બેલ્ટ અંગે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકની ઝુંબેશ દરમિયાન સાત દિવસમાં કુલ 77 કેસ થયાં હતા.

સૌથી વધુ હેલ્મેટ વિના નિકળેલા પોલીસકર્મીઓ સામે 39 કેસ, કારમાં સીટબેલ્ટ ન પહેરનારા 14 અને ખાનગી વાહનોમાં પોલીસની પ્લેટ લગાવવાનાં 7 કેસ, ગાડીનાં કાચ પર ડાર્ક ફિલ્મનાં 7, H.S.R.P નંબર પ્લેટ વિનાના 2 અને ટુ વ્હીલર પર પોલીસનુ બોર્ડ લગાવવા બાબતે 2 પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આમ કુલ 57 હજાર 400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat: 33 વર્ષથી સુરત સિવિલમાં 50 હજાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર રમણભાઈ રીટાયર થયા

આ પણ વાંચો:  GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું ગણતરીની મિનિટોમાં પરિણામ થશે જાહેર

 

Next Video