અમદાવાદમાં પોલીસે હથિયારો સાથે રાખી વીડિયો બનાવનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ લાલ સોપારી ગેંગના સાગરીતો હોવાનું ખૂલ્યું છે.
આ ગેંગનો કુખ્યાત આરોપી મનોજ ઉર્ફે લાલો હત્યા કેસમાં સજા ભોગવી રહો છે. આ ગેંગના આરોપી ક્રિષ્ના પટણી, રાહુલ ઉર્ફે ફાયરિંગ પટણી, અરુણ પટણી, જયંતિ ઉર્ફે બાકી ઝાલા, કપિલ પટણી અને અજ્ય ઉર્ફે ગેંડોની ધરપકડ કરવામાં આવી કારણકે આરોપીઓ એ વિસ્તારમાં રોફ જમાવવા હથિયાર સાથે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
આ ઘટનાને લઈને શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે 7 આરોપી પૈકી રાહુલ ઉર્ફે ફાયરિંગ પટણીએ પોતાના હાથમાં એક47 ટેટુ પડાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર થયેલ વાયરલ વીડીયો 20 જૂન એટલેકે રથયાત્રાના દિવસે બનાવ્યો હતો.
બે મહિના બાદ આ વીડિયો મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં જાહેર થતાં પોલીસ હરકતમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આ બાદ પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થયા છે, કારણકે વીડિયોમાં દેખાતો કુખ્યાત આરોપી મનોજ ઉર્ફે લાલો તાજેતરમાં હત્યા કેસમાં જેલમાં બંધ છે.
જો પોલીસે આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી હોત તો કેટલાય અન્ય ગુના અટકી શકયા હોત. મહત્વનું છેકે આરોપી મનોજ ઉર્ફે લાલા વિરુદ્ધ 10 થી વધુ ગુનાઓ નોંધાયા છે અને તેને અગાઉ શહેરકોટડા વિસ્તારના પીએસઆઇ ઉપર પણ જીવલેણ હુમલો કરી ચૂક્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક, કેન્દ્ર સરકારે સામખિયાળી-ગાંધીધામ ફોરલેન રેલવે ટ્રેકને આપી મંજૂરી
શહેરકોટડા પોલીસે વીડિયોમાં દેખાતા 13લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં 7લોકોની ધરપકડ કરી છે,જ્યારે 6લોકો ને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.