Ahmedabad: નિકોલમાં પોલીસે લૂંટના ગુનામા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી, 10 ગુનાનો ભેદ ઉકેલાયો

|

Nov 13, 2022 | 4:56 PM

અમદાવાદમાં એક એવી ગેંગ કે જે રાત્રીના સમયે બાઈક પર નીકળી કોઈ એકલા જાઈ વ્યક્તિને લૂંટી લે અથવા તો મોકો મળે ત્યાં ચોરી કે ધાડ પાડે છે. આ ગેંગને અમદાવાદની નિકોલ પોલીસે પકડી પાડી છે.

Ahmedabad: નિકોલમાં પોલીસે લૂંટના ગુનામા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી, 10 ગુનાનો ભેદ ઉકેલાયો
Ahmedabad Nikol Police Arrest Accused

Follow us on

અમદાવાદમાં એક એવી ગેંગ કે જે રાત્રીના સમયે બાઈક પર નીકળી કોઈ એકલા જાઈ વ્યક્તિને લૂંટી લે અથવા તો મોકો મળે ત્યાં ચોરી કે ધાડ પાડે છે. આ ગેંગને અમદાવાદની નિકોલ પોલીસે પકડી પાડી છે. જેમાં નિકોલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી  તે દરમિયાન બાદમી મળી હતી કે નિકોલમાં નોંધાયેલા એક ગુનામાં સામેલ આરોપીઓ પોતાના પાસેના વાહનો લઈને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે બે ટુ-વ્હીલર પરથી  આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓમાં અર્જુન ઉર્ફે મુન્ના માઇકલ રાઠોડ, સંજુ ઉર્ફે કાલીયા ગોહેલ, સૂરજ ઉર્ફે કાળો વિશ્વકર્મા તેમજ અનિકેત ઉર્ફે લાલિયા દિવાકરની ધરપકડ કરી હતી.

બંને કિશોરોને સાથે રાખીને ધાડ, લૂંટ અને ચોરી જેવા ગુનાને અંજામ આપતા હતા

આ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગેંગ દ્વારા અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લામાં અનેક ગુનાને અંજામ આપ્યો છે. આ ગેંગ માં ચાર સભ્યો ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવતા બે કિશોરોની પણ પોલીસે ધરપકડ કરી છે. આ બંને કિશોરોને સાથે રાખીને ધાડ, લૂંટ અને ચોરી જેવા ગુનાને અંજામ આપતા હતા.

બે ટુ-વ્હીલર તેમજ એક સોનાની ચેન કબ્જે કરી

આ ગેંગ દ્વારા અમદાવાદના નિકોલ, નરોડા તેમજ ગાંધીનગર જિલ્લાના ડભોડા, ચિલોડા સહિતના વિસ્તારોમાં ચોરી, ધાડ કે લૂંટને અંજામ આપ્યો હતો. આ ગેંગ નિકોલ પોલીસે અલગ અલગ 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. આ ગેંગના સભ્યો પાસેથી પોલીસે 9 જેટલા મોબાઈલ ફોન એક ધારદાર છરો, બે ટુ-વ્હીલર તેમજ એક સોનાની ચેન કબ્જે કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પકડાયેલા આરોપીઓમાં અર્જુન ઉર્ફે મુન્ના માઇકલ સામે અગાઉ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા અને અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે, અન્ય આરોપી સંજુ ઉર્ફે કાલીયા ગોહિલ સામે મેઘાણીનગરમાં મારામારીનો ગુનો નોંધાયો છે, અનિકેત ઉર્ફે લાલિયા દિવાકર સામે મેઘાણીનગર, કૃષ્ણનગર, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયા છે. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર સામે મેઘાણીનગરમાં જ લૂંટ અને મારામારીનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

હાલ તો પકડાયેલા આરોપીઓની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં તેઓની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમ જ તેઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં નિકોલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 4:55 pm, Sun, 13 November 22

Next Article