Ahmedabad : ટ્રેન ઉથલાવી નાખવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી, ઉલટ-તપાસ શરૂ

|

Feb 25, 2022 | 6:14 PM

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેલ્વે ટ્રેકની દેખરેખ રાખવા માટે નો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. અને પ્રહલાદ નામનો આરોપી આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અન્ય બે આરોપીઓ સંદીપ મકવાણા અને પરબતભાઇ ચુનારા કે જે પ્રહલાદ ના મિત્રો છે.

Ahmedabad : ટ્રેન ઉથલાવી નાખવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી, ઉલટ-તપાસ શરૂ
Ahmedabad Police Arrest Accused

Follow us on

અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના મોરૈયા મટોડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક ના એંકર ઉખાડીને ફેંકીને ટ્રેન ઉથલાવી(Train Overturn)  નાખવાના પ્રયાસના કિસ્સામાં પોલીસ એ ગણતરીના દિવસોમાં આરોપીઓને(Accused)  પકડવામાં સફળતા મળી છે. આ આરોપીઓનું આ ગુનો કરવા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. મોરૈયા મટોડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક ના એક બે નહીં પરંતુ 268 જેટલા એંકર ઉખેડી ને આસપાસ ની જગ્યા માં ફેંકી ને ગંભીર ગુનો આચરનાર આરોપી ઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે.. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ તરીકે ની નોકરી મેળવવાની લાલચમાં આ ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે મટોડાના રહેવાસી પ્રહલાદ મકવાણા, પરબતભાઇ ચુનારા અને સંદીપ મકવાણા નામના આરોપી ની ધરપકડ કરી છે.

રેલવે ટ્રેક પર હાલ કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેલ્વે ટ્રેકની દેખરેખ રાખવા માટે નો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. અને પ્રહલાદ નામનો આરોપી આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અન્ય બે આરોપીઓ સંદીપ મકવાણા અને પરબતભાઇ ચુનારા કે જે પ્રહલાદ ના મિત્રો છે. અને તેઓ પ્રહલાદ પાસે સિક્યુરિટી ગાર્ડ તરીકે ની નોકરી માટે આવ્યાં હતા. પરંતુ હાલ માં નોકરી માટે કોઈ જગ્યા ખાલી હતી નહિ. તો બીજી તરફ પ્રહલાદએ તેઓને જણાવ્યું હતું કે હાલ માં મટોડા રેલવે સ્ટેશન ગેટ નંબર 45 / સી થી મોરૈયા રેલવે સ્ટેશન તરફ જવાના રેલવે ટ્રેક પર હાલ કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી.

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી

જો તમે આ ટ્રેક પર લાગેલ એન્કર ઉખાડી નાખો તો રેલવેના અધિકારીઓના ધ્યાનમાં આવે અને અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે. અને તમને નોકરીએ રાખવા માટેનો રસ્તો થઈ શકે.. જેથી આરોપીના કહેવાથી અન્ય બે આરોપીઓ પરબત ચુનારા અને સંદીપ મકવાણા એ હથોડા વડે 268 જેટલી એંકર કલીપો કાઢી નાખીને આસપાસની ઝાડી ઝાંખરા માં નાંખી દીધી હતી. હાલ માં પોલીસ એ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.પરતું આ કૃત્ય આચરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામ તપાસ શરૂ કરી છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

આ પણ વાંચો : અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. 739 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : કચ્છ : આત્મનિર્ભર ગામથી સાકાર થશે આત્મનિર્ભર ભારત, 12માં ગરીબ કલ્યાણ મેળામાં 603 લોકોને મળ્યા લાભ

 

Published On - 6:10 pm, Fri, 25 February 22

Next Article