Navratri માં મહિલા સુરક્ષાને લઇને અમદાવાદ પોલીસે ઘડયો એક્શન પ્લાન, રોમિયોને પકડવા વોચ ગોઠવાશે

|

Sep 25, 2022 | 6:56 PM

કોરોના લઈ બે વર્ષ બાદ નવરાત્રીની (Navratri 2022 )ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે.નવરાત્રીમાં મહિલાઓની(Women Safety) સુરક્ષા વ્યવસ્થાને લઈ અમદાવાદ(Ahmedabad)શહેર પોલીસે એક્શન પ્લાન ધડી દીધો છે

Navratri માં મહિલા સુરક્ષાને લઇને અમદાવાદ પોલીસે ઘડયો એક્શન પ્લાન, રોમિયોને પકડવા વોચ ગોઠવાશે
Ahmedabad Navratri
Image Credit source: File Image

Follow us on

કોરોના લઈ બે વર્ષ બાદ નવરાત્રીની (Navratri 2022 )ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે.નવરાત્રીમાં મહિલાઓની(Women Safety) સુરક્ષા વ્યવસ્થાને લઈ અમદાવાદ(Ahmedabad)શહેર પોલીસે એક્શન પ્લાન ધડી દીધો છે. નવરાત્રીમાં રોમિયોગિરી કરનાર ખેર નથી.રોમિયો પકડવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે. જેમાં નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ ખરડાઇ નહીં તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવશે..આ ઉપરાંત નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેરના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. આની સાથે જ મહિલા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખશે.જેમાં ખાસ સિંધુભવન,એસ.જી હાઇવે અને એસ.પી રિંગરોડ પર આવેલા ક્લબ અને પાર્ટી પ્લોટ મહિલા પોલીસની ટીમ તૈનાત રહેશે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સૌથી મોટા ગરબાનું આયોજન

આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે જેને લઈ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે કે રાત્રે 12 વાગ્યે સુધીની ગરબાની મંજૂરી આપવામાં આવી છે. અડચણરૂપ પાર્કિંગ કરનાર અને નો પાર્કિગમાં વાહન પાર્ક કરનાર વાહન પોલીસ ટોઇંગ કરી લઈ જશે. તેનીસાથે જ કોમર્શિયલ ગરબાને લઈ સંચાલકે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ફરજીયાત રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સૌથી મોટા ગરબાનું આયોજન થાય છે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગરબામાં હાજરી આપવાના હોવાથી પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તકલીફ પડે તરત જ 100 નંબર પર પોલીસ કંટ્રોલ ને જાણ કરવી

શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી ઉજવવા શહેર પોલીસે બંદોબસ્ત થી લઈ તમામ સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે..બીજી તરફ પોલીસની પણ યુવતીઓને ખાસ અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરિવારના સભ્યોને આપવી..જોકે મોબાઇલમાં જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈ તકલીફ પડે તરત જ 100 નંબર પર પોલીસ કંટ્રોલ ને જાણ કરવી.. જોકે નવરાત્રી તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઈ શહેર પોલીસ સજ્જે છે.

Published On - 6:29 pm, Sun, 25 September 22

Next Article