અમદાવાદના (Ahmedabad) બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગના કેસમાં તપાસ ચાલી રહી છે. આગ લાગવા પાછળનું કારણ જાણવા FSLની મદદ લેવાઈ છે. FSLની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા. FSLને સાથે રાખી પોલીસે સ્થળ પર પંચનામું કર્યુ હતુ. ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરાયુ હતુ. આગના કેસની તપાસ ડી ડિવિઝન ACP હિરેન્દ્ર ચૌધરીને સોંપાઈ છે. FSLના રિપોર્ટ બાદ બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.હાલ શહેરકોટડા પોલીસએ જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં બે દિવસ પહેલા આગ લાગી હતી. આગની ઘટનામાં મોટાપાયે નુકસાન થયુ હતુ. આગમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ ફાયરના 2 જવાનો પણ દાઝ્યા હતા. ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી. એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો છે. આગ લાગી એ વિકાસ એસ્ટેટમાં 180 ગોડાઉન છે. 180 પૈકી 40 ગોડાઉનમાં ફટાકડાની દુકાનો છે. ત્યારે લાગેલી આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની 23થી વધુ ગાડીઓ કામે લાગી હતી.
Gujarati Video : જૂનાગઢમાં ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ, કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ આગ લાગવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો હતો. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ છે. 179 શેડમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ હતા. વિકાસ એસ્ટેટના ચેરમેન અને વેપારીઓએ આ ખુલાસો કર્યો છે. અન્ય શેડ ગેરકાયદેસર હોવાનું ચેરમેન અને વેપારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતુ.
આ અંગે અનેકવાર મનપાનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના વેપારીઓએ આક્ષેપ કર્યા છે. તહેવાર આવે તે સમયે પોલીસ, ફાયર બ્રિગેડ અને AMCની ટીમ આવી દેખાડો કરતા હોવાનું વિકાસ એસ્ટેટના ચેરમેનનો દાવો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો