
અમદાવાદમાં ફર્ઝી વેબ સિરીઝ જોઈને ટૂંક સમયમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાનું શરુ કર્યું. હોટલમાં ભાડે રૂમ રાખી નકલી નોટો છાપતા હતા. હજી તો બે અલગ- અલગ હોટલો પર રૂમ રાખી છાપકામ શરૂ કર્યુંને પોલીસે પકડી પાડયા. જેમાં શોર્ટકટમાં પૈસા કમાવવા લોકો અલગ અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. આવી જ તાજેતરમાં રિલીઝ થયેલી ફર્ઝી વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદની સરદારનગર વિસ્તારમાં આવેલી પાલવ હોટલમાં રૂમ રાખી યુવાનો નકલી નોટો છાપતા હતા. સરદારનગર પોલીસે માહિતીને આધારે યુવાનોને પકડી પડ્યા હતા અને હોટલના રૂમ માંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા હતા.
જેમાં પોલીસે પાલવ હોટલના રૂમ નંબર 213 માંથી સંજય માળી, જયદીપ સોલંકી અને ભરત ચાવડાની ધરપકડ કરી છે. નકલી નોટ છાપવાનો માસ્ટર માઈન્ડ ભરત ચાવડા છે. જેને સંજય માળી સાથે મળીને નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું અને નકલી નોટ છાપવા માટે એક પ્રિન્ટર ખરીદ્યું હતું. આરોપીએ નકલી નોટ બનાવવા માટે હોટલમાં રૂમ બુક કરાવતા હતા જેથી કોઈને શંકા જાય નહિ અને પોલીસ પણ પકડી શકે નહિ. આરોપીઓએ નરોડા પાસેની પાલવ હોટલમાં પણ રૂમ બુક કરાવ્યો હતો અને 500, 100 રૂપિયાની નોટોની કલર પ્રિન્ટ કાઢીને નકલી નોટો બનાવી હતી.
જેની માહિતી સરદારનગર પોલીસને મળતા તેઓએ નકલી નોટો અને સામગ્રી સાથે ત્રણેય આરોપીને ઝડપી લીધા. આ નકલી નોટના નેટવર્કમાં ભરત ચાવડા નકલી નોટ બનાવવા અને બજારમાં ફેરવાની જવાબદારી લીધી. જ્યારે સંજય માળીએ પ્રિન્ટર અને કાગળની સામગ્રીની જવાબદારી લીધી હતી. આરોપી જયદીપ સોલંકી પણ ગાડીમાં જુદી જુદી હોટલમાં નકલી નોટની સામગ્રી ટ્રાન્સફર કરતો હતો. આરોપીઓએ ફરજી વેબ સિરીઝ જોઈને 15 દિવસથી નકલી નોટો બનાવાની શરૂ કરી હોવાની શક્યતાને લઈને તપાસ શરૂ કરી છે.
જેમાં નકલી નોટમાં પકડાયેલ આરોપી ભરત ચાવડા વિરુદ્ધ અગાઉ નિકોલમાં છેતરપીંડીને લઈને ફરિયાદ નોંધાઇ હતી. ઓછા સમયમાં પૈસાદાર થવા માટે આરોપીએ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું પરંતુ તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા. હાલમાં સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને નકલી નોટ ક્યાં આપી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Breaking News : સુરત ઉતરાણ પાવર હાઉસનો ટાવર કરાયો ધ્વસ્ત, પાવરહાઉસના 72 પીલરમાં એકસાથે બ્લાસ્ટ, જુઓ Live Video