Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસેના બ્રિજ નીચે ભરાયેલા પાણીથી લોકો પરેશાન, લોકોને રોગચાળો ફેલાવાની છે ભીતિ

|

Jul 14, 2023 | 2:28 PM

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચેનો રસ્તો વિકસિત વિસ્તાર કહેવાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારની પણ હાલત ખસ્તા બની છે. સનાથલ બ્રિજ નીચે રસ્તાની હાલત ખરાબ બની છે. વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને તે ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થઈ રહ્યા છે.

Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસેના બ્રિજ નીચે ભરાયેલા પાણીથી લોકો પરેશાન, લોકોને રોગચાળો ફેલાવાની છે ભીતિ

Follow us on

Ahmedabad : અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદી સમસ્યા શહેરમાંથી વિરામ નથી લઈ રહી. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદની ફરતે આવેલા એસ પી રીંગ રોડની આસપાસ રહેતા લોકો વગર વરસાદે (Rain) વરસાદી સમસ્યાથી પરેશાન છે. રસ્તા પર પડેલા ખાડા, ખાડામાંથી પસાર થતા વાહનો અને તેની વચ્ચે મૂકવામાં આવેલ વર્ક ઇન પ્રોગ્રેસનું બેરીકેડિંગ (Barricading) લોકો માટે મુશ્કેલીઓનું કારણ બન્યુ છે.

આ પણ વાંચો- Rajkot: રાજકોટમાં દુકાનદારની નજર ચુકવીને મહિલા સાડી ચોરીને રફુચક્કર, CCTV માં થઈ કેદ, જુઓ Video

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચેનો રસ્તો વિકસિત વિસ્તાર કહેવાય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારની પણ હાલત ખસ્તા બની છે. સનાથલ બ્રિજ નીચે રસ્તાની હાલત ખરાબ બની છે. વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને તે ખાડામાંથી વાહનો કૂદી કૂદીને પસાર થઈ રહ્યા છે. જેના કારણે વાહનોને તો નુકસાન થઈ જવું છે સાથે જ વાહનમાં બેઠેલા લોકોને શારીરિક અસર પણ પડી રહી છે. જે સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની છે ભીતિ

અમદાવાદના એસપી રિંગ રોડ શાંતીપુરા સર્કલ પાસે વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. સાથે જ તંત્રના અણધડ વહીવટના કારણે સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે. સનાથલ સર્કલ પાસે બ્રિજ નીચે કેટલાક સમય પહેલા રસ્તો ચાલુ હતો કે જ્યાંથી લોકો બોપલ થઈ શાંતીપુરા બ્રિજ નીચેથી પસાર થઈ શકતા હતા.

જોકે સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ગટર લાઈનના કામ માટે ચોમાસા વચ્ચે જ રસ્તાને ખોદી દેવામાં આવ્યો અને તે બાદ વરસાદી માહોલ વચ્ચે કામ બંધ થયું. જે રસ્તો ખોદવામાં આવ્યો ત્યાં વરસાદી પાણી તો ભરાયા જ સાથે જ ગટરોના પાણી પણ બેક મારીને તે ખાડામાં ભરાઈ રહ્યા છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે, તો રોગચાળો થવાની સ્થાનિકોને ભીતિ છે.

સમસ્યામાંથી મુક્તિ મળે તેવી લોકોની તંત્રને અપીલ

સમસ્યા અંગે સ્થાનિકોએ તંત્રને રજૂઆત પણ કરી છે. જોકે આ રજૂઆતનો કોઈ નિવેડો નહિ આવતા જે કામ પ્રશાસને કરવું જોઈએ તેના બદલે સ્થાનિકોએ તે ખોદકામ કરેલા રસ્તા ઉપર જ લોખંડનો નાનો પુલ બનાવીને અવરજવર કરવી પડી રહી છે. સ્થાનિકોએ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી તંત્રને અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડાક મહિનાઓ પહેલા જ શાંતિપુરા ખાતે બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. પરંતુ તેની સામે હાલ સ્થાનિકો માટે વરસાદી સમસ્યા માથાનો દુખાવો બની છે. ત્યારે સવાલ એ થાય છે કે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર ક્યારે જાગે છે, અને સ્થાનિકોની સમસ્યા દૂર થાય છે. કે પછી અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોએ વરસાદી સમસ્યાનો સામનો કરવો જ પડે છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article