Ahmedabad : ઘૂંટણનો દુખાવો ધરાવતા દર્દીઓએ ઓપરેશન કર્યા બાદ કર્યા ગરબા, 99 વર્ષ સુધીના લોકોએ ગરબામાં ભાગ લીધો

|

Oct 16, 2023 | 4:09 PM

પાલડી વિસ્તારમાં આવેલા રેસ્ટોની હોસ્પિટલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ.અમદાવાદમાં આ પહેલુ એવુ આયોજન છે કે જે'Knee' સર્જરી કરાવી ચૂકેલા જૂના પેશન્ટસ માટે થયું હોય. આ અદભૂત આયોજન 'રેસ્ટોની હોસ્પિટલ: નો રીપ્લેસમેન્ટ, સેવ નેચરલની' દ્વારા શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતિ હોલ, પાલડી ખાતે કરવામાં આવ્યું હતું. 'રેસ્ટોની હોસ્પિટલ' 40 વર્ષથી કોઈ પણ પ્રકારના વધારાના ઇમ્પ્લાન્ટ લગાવ્યા વિના જ કુદરતી ઘૂંટણની 40 વર્ષ જૂની ટેકનીકથી સર્જરી કરતું આવ્યું છે.

Ahmedabad : ઘૂંટણનો દુખાવો ધરાવતા દર્દીઓએ ઓપરેશન કર્યા બાદ કર્યા ગરબા, 99 વર્ષ સુધીના લોકોએ ગરબામાં ભાગ લીધો

Follow us on

Ahmedabad :  નવરાત્રીનું (Navratri) એક આયોજન હોસ્પિટલમાં કરવામાં આવ્યુ હતુ. માનવામાં ન આવે પણ આ વાત સાચી છે. અમદાવાદની એક હોસ્પિટલમાં ઘૂંટણની તકલીફ ધરાવતા દર્દીઓ ઓપરેશન ગરબે ઘુમતા જોવા મળ્યા.જેમાં 99 વર્ષ સુધીના લોકોએ ગરબામાં ભાગ લીધો હતો. નવરાત્રી નિમિત્તે “ઈમ્લાન્ટલેસની રીસ્ટોરેશન સર્જરી” કરાવી ચૂકેલા દર્દીઓ માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો-Ahmedabad : તમારો મોબાઇલ પણ આજે જોર જોરથી રણક્યો ? ઇમરજન્સીની સ્થિતિમાં આ રીતે જ લોકોને એલર્ટ કરાશે

‘રેસ્ટોની હોસ્પિટલ’ 40 વર્ષથી કરે છે જૂની ટેકનીકથી સર્જરી

પાલડી વિસ્તારમાં આવેલા રેસ્ટોની હોસ્પિટલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ.અમદાવાદમાં આ પહેલુ એવુ આયોજન છે કે જે’Knee’ સર્જરી કરાવી ચૂકેલા જૂના પેશન્ટસ માટે થયું હોય. આ અદભૂત આયોજન ‘રેસ્ટોની હોસ્પિટલ: નો રીપ્લેસમેન્ટ, સેવ નેચરલની’ દ્વારા શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતિ હોલ, પાલડી ખાતે કરવામાં આવ્યું હતું. ‘રેસ્ટોની હોસ્પિટલ’ 40 વર્ષથી કોઈ પણ પ્રકારના વધારાના ઇમ્પ્લાન્ટ લગાવ્યા વિના જ કુદરતી ઘૂંટણની 40 વર્ષ જૂની ટેકનીકથી સર્જરી કરતું આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 27-10-2024
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા બને છે આ ઘટના, રોહિત પણ બચી શક્યો નથી
રોજ મોસંબી જ્યુસ પીવાથી થશે 8 ફાયદા
સારી ઊંઘ માટે જાણી લો 4 3 2 1 નો નિયમ, થશે મોટો ફાયદો
નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે ? જાણો રહસ્ય
શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ, આ એક વસ્તુ પાણીમાં નાખીને નહાવાથી થશે કમાલ

પેશન્ટસની આજે છે બિલકુલ હેલ્ધી લાઈફ

વર્ષો પહેલા ઘૂંટણની ‘ઈમ્લાન્ટ લેસ રીસ્ટોરેશન સર્જરી’ દ્વારા કુદરતી ગાદીનું રીજનરેશન કરાવી ચૂકેલા પેશન્ટસ આજે બિલકુલ હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે અને પોતાના સાચા નિર્ણય બાદ તેઓ ગરબાના તાલે અવનવા સ્ટેપ લેતા જોવા મળ્યા હતા. ‘Knee’ સર્જરીના વર્ષો બાદ પણ તેમનામાં ગરબા રમતા સમયે પહેલા જેવો જ જૂસ્સો જોવા મળ્યો હતો. ઘૂંટણના ઓપરેશન બાદ એક સાથે ગરબા રમી ગુજરાત ભરમાંથી 200 જેટલા દર્દીઓએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

‘રેસ્ટોની હોસ્પિટલના’ મેનેજિંગ ડિરેક્ટર હેમ ઓઝાએ કહ્યું કે મહિલાઓને ગરબા રમવું ખૂબ જ પસંદ હોય છે પરંતુ ઘૂંટણના ઘસારાનું પ્રમાણ મહિલાઓમાં વધુ હોય છે, ઘૂંટણની તકલીફના કારણે રમવું હોય તો પણ તે રમી શકતા નથી. સામાજિક રીતે પણ તેઓ દૂર થઈ જતા હોય છે. જેથી મહિલાઓ વધુ નિરાશ થાય છે, પરંતુ ‘રેસ્ટોની હોસ્પિટલ’ તેવા લોકોની ઈમ્પ્લાન્ટ લેસ રીસ્ટોરેશન સર્જરી કરી તેમનામાં એક નવો ઉત્સાહ ભરી દે છે.

આ સર્જરી બાદ લોકો બધી જ મૂવમેન્ટ કરી શકે છે અને ગરબાને પણ સારી રીતે એન્જોય કરી શકે છે તેમજ કામ પણ આસાનીથી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, 1,000થી વધુ પેશન્ટ્સની સારવાર અમે કરી છે. તે પૈકી જેમાં અત્યારે હયાત છે એ તમામને ગરબા રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ સિનિયર સિટીઝન તેમજ 20 ટકા જેવા યંગ પેશન્ટ્સ પણ સામેલ છે. સર્જરી બાદની હેલ્ધી લાઈફ એન્જોય કરી રહેલા લોકો અહીં આવ્યા હતા અને ગરબાના તાલે મન મુકીને ઝૂમ્યા હતા.

‘રેસ્ટોની હોસ્પિટલના’ મેનેજિંગ ડિરેક્ટર હેમ ઓઝાએ વધુમાં જણાવ્યુ હતુ કહ્યું કે, અત્યારે યંગ એજમાં પણ ઘૂંટણની સમસ્યાઓ જોવા મળી રહી છે. તાજેતરતમાં જ 29 વર્ષના યુવાનને પણ આ સમસ્યા હતી જેમની અમે સારવાર કરી છે. આ ઉપરાંત એક જ પરીવારના ત્રણ પેઢીના લોકોની પણ અમે આ પ્રકારે ઘૂંટણની સર્જરી કરી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, લોકોમાં યંગ એજથી લઈને મોટી ઉંમર સુધી આ સમસ્યા અત્યારે જોવા મળી રહી છે. જેથી કુદરતી ઘૂંટણ બચાવવા જોઈએ, આ સિવાય લોકોએ તેમના ડાયટ, કસરત વગેરે બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:58 pm, Mon, 16 October 23

Next Article