Ahmedabad: રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તેમજ વિવિધ ટ્રેનોમાં એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્યોમાં ચીજ વસ્તુઓની આપ લે પણ થાય છે. જેનાથી દેશની આર્થિક ગતિમાં પણ સારો એવો ટેકો મળે છે. જેથી આ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને તેવી સુવિધા મળે તે પણ જોવું જરૂરી છે. જેને લઈને કેન્દ્ર દ્વારા 24 સભ્યની પેસેન્જ એમેનિટી કમિટી રચવામાં આવી.
જે કમિટી છેલ્લા કેટલા દિવસથી વિવિધ સ્થળો અને સ્ટેશનોની મુલાકાત લઈ રહી છે. ત્યારે આ જ કમિટી ગુજરાતમાં ત્રણ દિવસથી વિવિધ સ્ટેશનો પર ફરીને મુસાફરોની સમસ્યાઓ જાણવાના પ્રયાસમાં લાગી છે. જેમાં કમિટીએ 11 જુલાઈએ ગાંધીધામ અને ભુજ, 12 જુલાઈએ મહેસાણા, વડનગર અમે પાટણ અને 13 જુલાઈએ ગાંધીનગર, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનની મુલાકાત કરી. જે મુલાકાત દરમિયાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કમિટીએ મીડિયાને સંબોધી જ્યાં કમિટીએ મુસાફરોને પડતી હાલાકી સ્વીકારી. પરંતુ કેવા પ્રકારની સમસ્યાઓ મુસાફરોને પડી રહી છે જેની તેઓએ વિવિધ સ્ટેશન ઉપર માહિતી મેળવી તે અંગે કોઈ પણ ખુલાસો ન કર્યો અને માત્ર સરકારની કામગીરીની જ વાહવાઈ કરતી કમિટી જોવા મળી.
પેસેન્જર એમેનિટી કમિટીના ચેરમેન પી કે કૃષ્ણદાસે મીડિયાને સંબોધતા જણાવ્યું કે. મુસાફરોને સારી સુવિધા મળે તે પ્રાયોરિટી છે. તે પછી રેલવે સ્ટેશન અને ટ્રેન બંનેમાં તે જોવું જરૂરી છે અને તે જાણવા માટે તેઓ ગુજરાતમાં પ્રવાસે છે. જેમાં તેઓએ ગાંધીધામ, ભુજ, મહેસાણા, પાટણ, વડનગર, ગાંધીનગર, સાબરમતી અને અમદાવાદની મુલાકાત કરી. જ્યાં તેઓએ મુસાફરો સાથે સંવાદ કર્યો અને વિગત જાણી. વડાપ્રધાન અને કેન્દ્રીય રેલવેમંત્રી સારું કામ કરી રહ્યા છે અને ટ્રેન વિભાગનો વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવ્યું.
એટલું જ નહિ પણ કમિટીના ચેરમેને સ્ટેશનના વિકાસ માટે 16 સ્ટેશન અમૃત ભારત સ્ટેશન અને 4 સ્ટેશન મેજર ડેવલપમેન્ટ કરાશે. તેમ જણાવ્યું. જેમાં 4 મેજર સ્ટેશનમાં ગાંધીધામ. ભુજ. સાબરમતી અને અમદાવાદનો સમાવેશ થાય છે. જેમાં 3000 કરોડ અમદાવાદ સ્ટેશન માટે, 700 કેરોડ સાબરમતી સ્ટેશન માટે, 100 કરોડ ભુજ સ્ટેશન માટે અને ગાંધીધામ માટે હજુ કોઈ ફાળવણી નહિ હોવાનું જણાવ્યુ. સાથે જ 2025 સુધીમાં તમામ સ્ટેશનનું રિ ડેવલપમેન્ટ કરી દેવામાં આવશે. અને એરપોર્ટ જેવો અનુભવ મુસાફરોને રેલવે સ્ટેશન પર થશે તેમ કમિટીએ જણાવ્યું.
આ સાથે 16 સ્ટેશનમાં પાલનપુર, મહેસાણા, મણિનગર, સમખીયાળી, વિરમગામ, ઊંઝા, ચાંદલોડિયા, ભચાઉ, ધ્રાંગધ્રા, કલોક, અસારવા, વટવા, હિંમતનગર ડેવલપ કરાશે તેમ જણાવી બજેટ ફેજ પ્રમાણે ફાળવવામાં આવશે તેમ પણ જણાવ્યું. જ્યાં મુસાફરો માટે વેઇટિંગ રૂમ ટોયલેટ ક્લીન રહેશે. સ્વછતા પર ભાર મૂકવામાં આવશે. સહિત વિવિધ સુવિધા ઉભી કરાશે. જેથી મુસાફરોને સીધો લાભ થાય તેમ પણ જણાવ્યું.
મુલાકાત દરમિયાન કમિટીના સભ્ય ગિરીશ રાજગોરે જુના સમયને યાદ કરતા જણાવ્યું કે 9 વર્ષ પહેલાં ફરિયાદ હતી કે રેલવેમાં અન્યાય થાય છે. બજેટ નથી. વિકાસ નથી. પણ કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી ફરિયાદ દૂર થવા લાગી. રેલવે બજેટ સુધર્યુ, વિકાસ થયો તેમ સભ્ય એ જણાવ્યું. સાથે જ ગુજરાતમાં તમામ જગ્યા પર 95 ટકા ઇલેક્ટ્રિક લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. બ્રોડગેજ લાઈનનું કામ પણ પૂર્ણ થશે અને ગુજરાતમાં 2024 થી તમામ ટ્રેન ઇલેક્ટ્રિકથી ચાલશે તેમ જણાવી રેલવેમાંથી ગંદકી દૂર થઈ રહી છે. સ્વચ્છતા વધી છે. તેવા ગુણ ગાયા હતા.
ગુજરાતના 16 રેલવે સ્ટેશન અમૃત ભારત નીચે વિકાસ થશે. જેમાં 20 કરોડથી 150 કરોડ સુધી એક સ્ટેશન પર ખર્ચ થશે. અને તેમાં પણ 4 મેજર ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં અમદાવાદનો પ્રોજેકટ બની તૈયાર થઈને સબમિટ થઈ ગયો હોવાનું પણ જણાવ્યું. તેમજ બુલેટ ટ્રેન અહીંથી મુંબઇ જશે. કોરિડોર આગળ વધી રહ્યો છે. 135 ટકા વર્ક લોડ પર ટ્રેક કામ કરી રહ્યો છે. જે સમય જતાં વર્કલોડ ઓછો થશે તેમ જણાવી મુંબઇ. દિલ્હીના આખા રૂટ પર રેલવે કામ થશે તેમ જણાવ્યું.
આ વાહવાઈ કર્યા બાદ પેસેજર એમેનિટી કમિટીએ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ફૂડ સ્ટોલ, ટ્રેનના કોચ અને પાણીની પરબની મુલાકાત લીધી. મુલાકાતમાં એક સ્ટોલ પર ખરાબ પુરી શાક મળી આવતા કમિટી નારાજ થઈ અને સ્ટોલ ધારક સામે દંડની કાર્યવાહી કરી. એટલું જ નહીં પણ મુલાકાત દરમિયાન કમિટીએ પીએમ અને રેલવે મિનિસ્ટરના કામના વખાણ કર્યા.
આ પણ વાંચો : Gujarat Video: જમીન રિસર્વે કરવા માટે DILR ઈન્સ્પેકટરે 2 લાખ રુપિયા લાંચ માંગી, ACBની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો
હાલ તો કેન્દ્રીય રેલવે મંત્રાલય ભારતમાં રેલવેના વિકાસ માટે અને મુસાફરોને પડતી અગવડતા દૂર કરવાના પ્રયત્નોમાં લાગ્યું છે. પરંતુ જે પ્રકારે હાલના સમયમાં રેલવે સ્ટેશન ઉપર 15 ની પાણીની બોટલની સામે 20 રૂપિયા લેવાય છે. વોટર એટીએમ મશીનો બંધ છે. તેમજ અન્ય જે નાણાકીય લૂંટ ચલાવવામાં આવી રહી છે. તેની સાથે જ કેટલીક પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. તે એક વાસ્તવિકતા છે. જે ક્યારે દૂર થશે તે જોવાનો વિષય છે. સાથે જ રી ડેવલપમેન્ટ અંગે જાહેરાત તો કરાય છે પરંતુ તે કામ ક્યારે શરૂ થાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કારણ કે કામ શરૂ થશે તો જલ્દી પૂર્ણ થશે. ભલે પેસેન્જર એમેનીટી કમિટીએ 2025 માં રી ડેવલપમેન્ટ કામ પૂર્ણ થવાની ખાતરી આપી હોય. પરંતુ તે કામ ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ છે. તેના ઉપરથી નક્કી થશે કે રેલવેના મુસાફરોને ઍરપોર્ટની સુવિધા કેટલી જલ્દી અને ક્યારે મળી રહે છે ?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો