Ahmedabad : ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થવા મામલે વાલીમંડળે શિક્ષણ વિભાગને રજુઆત કરી

|

Aug 09, 2021 | 11:57 PM

ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થઇ છે. જેના કારણે ભોગવવવાનો વારો શાળાના વિદ્યાર્થીઓને આવી રહ્યો છે. ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીમંડળે શિક્ષણ વિભાગને આ અંગે રજૂઆત કરી.

Ahmedabad : શહેરની ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થઇ છે. જેના કારણે ભોગવવવાનો વારો શાળાના વિદ્યાર્થીઓને આવી રહ્યો છે. ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીમંડળે શિક્ષણ વિભાગને આ અંગે રજૂઆત કરી. વાલીમંડળે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ.જોશીને રજૂઆત કરી હતી કે જેમ બને એમ સ્કૂલની માન્યતા અંગેનો નિર્ણય ઝડપથી લેવામાં આવે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પહોંચે. જે વાલીઓ અગાઉ ડીપીએસ સ્કૂલનો વિરોધ નોંધાવતા હતા તે જ વાલીઓએ શાળા તરફી રજૂઆત કરી અને શિક્ષણ નિયામનકને જણાવ્યું કે સ્કૂલ સારી છે, અને તેઓ તેમના બાળકોને ત્યાં ભણાવવા માગે છે. જેથી સત્વરે નિર્ણય લેવાય. જે બાદ નિયામકે બને એટલું જલ્દી નિર્ણય લેવા માટેનું આશ્વાસન આપ્યું હતું. મહત્વનું છે કે, નિત્યાનંદ કાંડ અને બોગસ NOC બનાવી શિક્ષણ શિક્ષણ વિભાગ સાથે ફોર્જરી આચરનાર DPS- ઇસ્ટની માન્યતા રદ કરવામાં આવી હતી.

 

Next Video