Ahmedabad: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ થઇ રહી છે તો તહેવારને લઈને આપી ચેતવણી

|

Aug 26, 2021 | 7:21 PM

નાયબ મુખ્યપ્રધાને પૂર્વ વિસ્તારમાં બે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં કાકડીયા હોસ્પિટલમાં 10 ટનના પ્લાન્ટ અને કોઠીયા હોસ્પિટલમાં 11 ટનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. જે ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત કાર્યકરો હાજર રહ્યા.

Ahmedabad: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ થઇ રહી છે તો તહેવારને લઈને આપી ચેતવણી
Ahmedabad

Follow us on

કોરોના (Corona) કાળે સ્વાસ્થ્ય બાબતે તમામ લોકોને જાગૃત બનાવી દીધા છે તો સરકારની પોલ પણ ખુલી પાડી દીધી. ત્યારે ત્રીજી લહેરમાં લોકોને હાલાકી ન પડે તે અંગે રાજ્ય સરકાર વધુ ચિંતિત બની છે. પહેલી અને બીજી લહેરમાં જોયું કે ઓક્સિજનની ઘટ કેટલી પડી અને તેના કારણે શું પરિસ્થિતિ સર્જાઈ હતી. તે જ પરિસ્થિતિ ફરી ન સર્જાય માટે પહેલી અને બીજી લહેરમાંથી શીખ લઈને ત્રીજી લહેરની તૈયારી કરી છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે આજે એટલે કે ગુરુવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બાપુનગર અને નરોડા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું(Oxygen plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. મહત્વનું છે કે ત્રીજી લહેરને જોતા વિવિધ સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાઈ રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાને પૂર્વ વિસ્તારમાં બે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં કાકડીયા હોસ્પિટલમાં 10 ટનના પ્લાન્ટ અને કોઠીયા હોસ્પિટલમાં 11 ટનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. જે ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત કાર્યકરો હાજર રહ્યા.

 

 

કાર્યક્રમમાં હાજર નાયબ મુખ્યપ્રધાને પહેલી અને બીજી લહેરમાંથી શીખ લઈને તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેઓએ વધારાના 400 ટન જેટલો જથ્થો મળે તેટલા ઓક્સિજન પ્લાન્ટ હાલમાં ઉભા કરાઈ રહ્યા હોવાની વાત કરી. જેમાં લિકવિડ અને હવામાંથી ઓક્સિજન મળી શકે તેવા પ્લાન્ટ ઉભા કરાઈ રહ્યાની વાત કરી.

 

સાથે જ કાર્યક્રમમાં હાજર નાયબ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે એક સમયે હોસ્પિલમાં 25 ટન ઓક્સિજન વપરાતો પણ બીજી લહેરમાં દર્દીઓને સારવાર માટે 1200 મેટ્રિક ટન ઉપર ઓક્સિજન વપરાતો થયો. જે ખપત પુરી કરવા મુન્દ્રા પોર્ટ સહિત ઉદ્યોગોમાં વપરાતા ઓક્સિજન સપ્લાય બંધ કરવાની ફરજ પડી હતી. 1200 ટન ઉપર ઓક્સિજન જથ્થો દર્દીઓને પૂરો પડ્યો તો સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી ઓક્સિજન દુબઈ સહિતની જગ્યા પરથી પૂરો પાડયાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.

 

 

મહત્વનું છે કે ત્રીજી વેવને લઈને જે ચેતવણી આપવામાં આવી રહી છે તેને લઈને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં તૈયારીઓ કરાઈ રહી છે. જે ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના પણ અને આવે તો પહોંચી વળી શકાય અને સરકાર ઊંઘતી ન ઝડપાઈ માટે સરકાર તૈયારી કરી રહ્યાનું નિવેદન નાયબ મુખ્યમંત્રીએ આપ્યું.

 

સાથે જ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી ઓછા વરસાદ અને સિંચાઈ મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ઓછો થયો છે અને બંધોમાં પાણી ઓછું છે. 4 કરોડ નાગરિકોને પીવાનું પાણી આપીએ છીએ. નર્મદા ડેમમાં પણ દર વર્ષ કરતા આ વખતે ઓછું પાણી છે.

 

મધ્યપ્રદેશમાં પણ ખૂબ ઓછો વરસાદ છે. ત્યારે નર્મદા મંત્રી તરીકે કહીશ કે આખું વર્ષ પીવાનું પાણી લોકોને આપી શકાય તેટલો પાણીનો જથ્થો સરદાર ડેમમાં ઉપલબ્ધ છે તેવો પણ તેમને ઉલ્લેખ કરી ખેડૂતને પાણી ધીમે ધીમે આપી રહ્યા હોવાની વાત કરી. સાથે જ હાલમાં સિવિલ અને સરકારી સાથે amc સંચાલિત હોસ્પિટલમાં વિવિધ રોગના દર્દીઓ સારવાર લેતા હોવાનું પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવી તમામને સારવાર મળે અને હાલાકી ન પડે તેવી વાત કરી.

 

આમ આજના ઓક્સિજન પ્લાન્ટ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ વિવિધ મુદાઓને આવરી લઈને રાજ્ય સરકાર લોકો માટે ચિંતિત હોવાનું જણાવી. બીજી લહેરમાં એક પણ વ્યક્તિ ઓક્સિજનની અછતના કારણે મોતને નહીં ભેટ્યા હોવાનું કહીને કોરોના ત્રીજી લહેરની તૈયારી રાજ્ય સરકાર કરતી હોવાનું જણાવ્યું.

 

 

આ પણ વાંચો : Ahmedabad: કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગનો કહેર, ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત

 

આ પણ વાંચો :IRCTC Tour Package: અગર તમે લદ્દાખ જવા માગો છો તો વાંચો આ પોસ્ટ અને જાણો કેટલા રૂપિયામાં તૈયાર થઈ જશે પેકેજ

Published On - 5:56 pm, Thu, 26 August 21

Next Article