Ahmedabad : ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાનો વિરોધ, અધ્યાપક મંડળનું ઉગ્ર લડતનું એલાન
Announcing the fierce struggle of the faculty

Ahmedabad : ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાનો વિરોધ, અધ્યાપક મંડળનું ઉગ્ર લડતનું એલાન

| Edited By: | Updated on: Aug 09, 2021 | 6:09 PM

રાજ્યની ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાના નિર્ણય સામે અધ્યાપક મંડળે વિરોધ શરૂ કર્યો છે. અમદાવાદના રિલીફ રોડ પરની એસવી કોલેજમાં અધ્યાપક મંડળના આગેવાનોએ એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.

Ahmedabad : રાજ્યની ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાના નિર્ણય સામે અધ્યાપક મંડળે વિરોધ શરૂ કર્યો છે. અમદાવાદના રિલીફ રોડ પરની એસવી કોલેજમાં અધ્યાપક મંડળના આગેવાનોએ એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. રાજ્ય સરકારના નિર્ણયથી 300 કોલેજના અધ્યાપકો અને કર્મચારીઓ નારાજ છે. આ અધ્યાપકો વિદ્યાર્થીઓને કાળી પટ્ટી બાંધીને શિક્ષણ આપશે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આંદોલન ઉગ્ર બનાવાશે. આ ઉપરાંત રાજ્યવ્યાપી ધરણાંનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ નિર્ણયથી શિક્ષકોને મળતા સરકારી લાભ બંધ થવાની ભીતિ છે. જોકે હજી પણ સંખ્યાબંધ કોલેજના અધ્યાપકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યાં છે.