Ahmedabad : નવી પાર્કિગ પોલિસીને લઇને  વિપક્ષનો આક્ષેપ, સામાન્ય જનતા પર કરોડોનો બોજ વધશે

|

Mar 09, 2022 | 9:38 PM

નવી પાર્કિંગ પોલિસી મુદ્દે મંગળવારે પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનરે ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્કિંગ પોલિસીના અમલ માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન માટે સબ કમિટીઓ બનાવવાનો અને બાયલોઝ તૈયાર કરવાનો નિર્ણય થયો હતો

Ahmedabad : નવી પાર્કિગ પોલિસીને લઇને  વિપક્ષનો આક્ષેપ, સામાન્ય જનતા પર કરોડોનો બોજ વધશે
Ahmedabad Congress Reaction New Parking Policy (File Image )

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)આગામી દિવસોમાં રાજ્ય સરકારે મંજૂર કરેલી નવી પાર્કિંગ પોલિસીનો(Parking Policy)અમલ થશે. મહત્વના પહોળા રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગની જગ્યા નક્કી કરવામાં આવશે..પાર્કિંગ પોલિસીનો તબક્કાવાર અમલ કરાશે..CG રોડ, આશ્રમ રોડ, સિંધુભવન રોડ, SG હાઈવે, 132 ફૂટ રિંગ રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે સરવે કરાશે.આ નિયત જગ્યા સિવાય પાર્કિંગ થનારા વાહનો ટો થશે અથવા CCTVને આધારે ઘરે ઈ-મેમો મોકલાશે..જાહેર રોડ પર બંધ હાલતમાં બિનવારસી રીતે પડેલા વાહનો પણ જપ્ત કરવામાં આવશે. નવી પાર્કિંગ પોલિસી મુદ્દે AMCના વિપક્ષ નેતા શહનાઝ પઠાણે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું કે નવી પાર્કિંગ પોલિસી સામાન્ય જનતા માટે કરોડોનો બોજ બનશે. તેમજ મનપા કરોડો રૂપિયાનો ટેકસ વસૂલે છે છતાં લોકોને પાર્કિગની સુવિધા નથી આપી શકતું.

નવી પાર્કિંગ પોલિસીના  સ્થાનિકોએ ફાયદા પણ ગણાવ્યા

જો કે, નવી પાર્કિંગ પોલિસી મુદ્દે મંગળવારે પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનરે ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્કિંગ પોલિસીના અમલ માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન માટે સબ કમિટીઓ બનાવવાનો અને બાયલોઝ તૈયાર કરવાનો નિર્ણય થયો હતો.નવી પાર્કિંગ પોલિસીને સ્થાનિકોએ ફાયદા પણ ગણાવ્યા અને અયોગ્ય પણ ગણાવી હતી.

ખાનગી વાહન રસ્તા પર ઓછા દેખાવા મળશે

અમદાવાદમાં બહારગામથી વાહન લઈ આવતા લોકોને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ નજીક જ પાર્કિંગ અને રાઈડની સુવિધા આપવામાં આવશે. જેમાં નજીકના પાર્કિંગ સ્થળો પર વાહન પાર્ક કરી ચાલક અમદાવાદ કોર્પોરેશને ઉભી કરેલી સુવિધા મુજબ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. જેમાં પાર્ક એન્ડ રાઈડની જગ્યાએ ઈ બાઈક, સાઇકલ, શટલ સર્વિસ, તેમજ અન્ય સુવિધા ઊભી કરી મુસાફરી સરળ બનાવવામાં આવશે જેથી શહેરમાં ખાનગી વાહન રસ્તા પર ઓછા દેખાવા મળશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

નિયમોનું ઉલ્લંધન થશે તો પોલીસ દ્વાર કડક કાર્યવાહી

અમલીકરણ માટે નિયત કરેલા ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલની બેઠક મળી હતી. જે બાદ કહી શકાય છે કે અમદાવાદ શહેરમાં આવનાર થોડા જ દિવસોમાં નવી પાર્કિંગ પોલિસી લાગુ થઈ જશે. આ પોલિસી અમલમાં આવતા જ નિયત કરેલા પર્કિંગ સ્ટેન્ડ પર જ વાહનો પાર્ક કરી શકાશે , ફૂટપાથ કે જાહેર રોડ પર વાહનો પાર્ક નહીં કરી શકાય અને જો નિયમોનું ઉલ્લંધન થશે તો પોલીસ દ્વાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ટ્રાફિક સેલની બેઠક બાદ જાણકારી મળી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો : Surat : ફેકટરી માલિકની સતર્કતાથી ચોર રંગે હાથે ઝડપાયો, સીસીટીવી ઉપયોગી સાબિત થયા

 

Next Article