અમદાવાદના બજારોમાં ઓનલાઈન વેચાણની માઠી અસર વર્તાઇ, ધંધો પડી ભાંગ્યો હોવાનો વેપારીઓનો મત

|

Oct 25, 2021 | 11:54 PM

ઓન લાઈન માર્કેટની અસર ઓફ લાઈન માર્કેટ પર પડી છે. ઓનલાઈન માર્કેટ 20થી 30 ટકા ભાવ ફેર હોવાને કારણ તેની સીધી અસર બજાર પર પડી રહી છે. જેમાં 60 ટકાથી વધુ વેપાર પડી ભાંગ્યો છે.

અમદાવાદમાં(Ahmedabad)  દિવાળીના(Diwali) તહેવારો પૂર્વે ગ્રાહકોથી ઉભરાતા મોટાભાગના બજારોમાં(Market) ઓછી ઘરાકી જોવા મળી રહી છે. તેમજ કોરોના બાદ આ વર્ષે વેપારીઓને બજારમાં ફરી રોનક આવવાની આશા હતી. જો કે હાલ દુનિયા આંગળીઓના ટેરવે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકો ઘર બેઠા વસ્તુંઓ મંગાવી રહ્યા છે. પરંતુ આ જ ટેક્નોલોજી હવે બજારના વેપારીઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. અમદાવાદના(Ahmedabad)વેપારીઓને કહેવા મુજબ આ વખતની દિવાળી બજારના વેપારીઓ માટે ફિક્કી છે.

ઓન લાઈન માર્કેટની(Online Market)  અસર ઓફ લાઈન માર્કેટ( Offline Market) પર પડી છે. ઓનલાઈન માર્કેટ 20થી 30 ટકા ભાવ ફેર હોવાને કારણ તેની સીધી અસર બજાર પર પડી રહી છે. જેમાં 60 ટકાથી વધુ વેપાર પડી ભાંગ્યો છે.જો આ જ રીતે ચાલતું રહ્યું તો ઓફ લાઈન બજારના વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવવાની વેપારીઓને ભીતી છે.

દેશભરમાં આ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ બજારો ધીરે ધીરે સંપૂર્ણ રીતે ખૂલી રહ્યા છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી શરૂ થવાની સાથે જ ઓનલાઈન કંપનીઓના સેલની ભરમાળ શરૂ થઇ હતી. જેમાં મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તેમજ રિપ્લેસમેંન્ટ વૉરંટીના પગલે લોકો મોટાભાગની ખરીદી ઓનલાઈન જ કરી લેતા જોવા મળ્યા છે.

તેમજ લોકો પાસે ટાઈમ ઓછો હોવાના લીધે અલગ અલગ સ્ટોરમાં જવું શકય બનતું નથી. તેથી ઓનલાઈન ચીજ વસ્તુઓ જોઇને તેની ઝડપથી ખરીદી કરતાં હોય છે, તેમજ યુવા વર્ગમાં ઓનલાઇન ખરીદીનો ક્રેજ વધારે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો : નવસારીમાં ખેડૂતો દ્વારા વીજ અછતની ફરિયાદ, 10 કલાક વીજળી આપવા રજૂઆત

Published On - 11:46 pm, Mon, 25 October 21

Next Video