Ahmedabad : ચોરીના ત્રણ આરોપીઓમાંથી એકનું અકસ્માતમાં મોત, પોલીસે બેની ધરપકડ કરી

|

May 21, 2022 | 9:38 PM

અમદાવાદની દરિયાપુર પોલીસે ચોખા ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા જે રીક્ષામાં ચોરી કરવામાં આવી હતી. રિકશા અંગે તપાસ કરતાં હકીકત સામે આવી કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તાર માંથી ચોરી કરવામાં આવી હતી અને તે જ રિક્ષામાં ચોરીને અંજામ આપ્યો.

Ahmedabad : ચોરીના ત્રણ આરોપીઓમાંથી એકનું અકસ્માતમાં મોત, પોલીસે બેની ધરપકડ કરી
Ahmedabad Dariapur Police Station Arrest Accused

Follow us on

અમદાવાદના (Ahmedabad) દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરીનો(Theft) બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખા કબજે કર્યા છે. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણી સામે આવી હતી પરંતુ ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રિક્ષાને એક અકસ્માત (Accident) નડ્યો જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ નીપજ્યું. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી ગઈ, કે ગુના માટે વપરાયેલી રીક્ષા પણ ચોરીની હોવાનું સામે આવ્યું છે.

રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનો મૃત્યુ નીપજ્યું

ચોખા ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા જે રીક્ષામાં ચોરી કરવામાં આવી હતી. રિકશા અંગે તપાસ કરતાં હકીકત સામે આવી કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તાર માંથી ચોરી કરવામાં આવી હતી અને તે જ રિક્ષામાં ચોરીને અંજામ આપ્યો. બાદમાં ચોરીની રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનો મૃત્યુ નીપજ્યું. એટલે કે એક જ રાતમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયા. જે ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ચોરીની રીક્ષા હોવાનું સામે નથી આવ્યું

એક જ રાતમાં ત્રણ બનાવો બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે નારોલથી ચોરી થયા બાદ રિક્ષા દરીયાપુર, દાણીલીમડા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ફરી હતી પરંતુ એક પણ જગ્યાએ પોલીસે તેની તપાસ કરી ન હતી. સાથે જ અકસ્માતનો બનાવ બન્યો હોવા છતાં ચોરીની રીક્ષા હોવાનું સામે નથી આવ્યું.

Next Article