Ahmedabad: અમદાવાદના નરોડાથી દહેગામ રોડ પર રાયપુર ગામ નજીક આવેલ નર્મદા કેનાલના બ્રિજ પર ગાબડું પડ્યું હતું. એક અઠવાડિયા પહેલા પડેલ ગાબડાને રીપેર કરવામાં આવ્યું ના હતું. જો કે આ સમાચાર tv9 એ પ્રસારિત કર્યા બાદ નર્મદા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત બ્રિજની મજબૂતાઈ અંગેનો NDT રિપોર્ટ લેવામાં આવ્યો.
નરોડા દહેગામ હાઈવે પર આવતી નર્મદા કેનાલના બ્રિજ પર રોડ અને પીલર સાથે જોડતો ભાગ તૂટ્યો હતો. થોડા વર્ષો પૂર્વે જે જગ્યાનું સમારકામ કરવામાં આવ્યું હતું. એજ જગ્યાએ નીચેનો ભાગ તૂટ્યો હતો. 10 ફૂટથી વધારેનો ભાગ તૂટી ગયો હોવા છતાં આ બાબત તંત્રને ધ્યાને આવી ના હતી. લોકો બેરોકટોક એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. જો કે એ બાબત તંત્રના ધ્યાને આવી ના હતી. જો કે tv9ના અહેવાલ બાદ નર્મદા વિભાગની ટીમ તુરંત બનાવ સ્થળ પર પહોંચી હતી.
નર્મદા વિભાગની ટીમ નર્મદા કેનાલ બ્રિજ પર પહોંચી હતી અને બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ NDTરિપોર્ટ લેવામાં આવ્યો. જેમાં બ્રિજની સ્થિતિ શું છે? બ્રિજ પુનઃ વપરાશને લાયક છે કે નહીં એ અંગેનો રિપોર્ટ આવશે. આ સિવાય ક્રેન બોલાવી જે પોપડું બ્રિજથી તૂટી લટકી રહ્યું હતું એને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પોપડું પડ્યું એના થોડા દિવસ પૂર્વ જ નર્મદા કેનાલ પરના બ્રિજનું નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જો કે એમાં બ્રિજની કોઈ ખામી સામે આવી ના હતી અને થોડા જ દિવસોમાં બ્રિજનું પોપડું ખરી પડ્યું હતું. ઘટના બાદ લેવામાં આવેલ રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. જેમાં સ્પષ્ટ થશે કે બ્રિજ વાપરવા યોગ્ય છે કે સમારકામ માંગે છે.
આ પણ વાંચો : Breaking News : અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો, જૂઓ Video
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:58 pm, Mon, 31 July 23