Ahmedabad: નવું નજરાણું ક્રુઝ વિવાદનું કારણ બન્યું, ધારાસભ્ય અમિત શાહે સાબરમતીમાં પાણી ઓછું રાખવા માંગ કરી

જેથી કાયમી ચોમાસામા ધ્યાનમા રાખી વાસણા બેરેજનું 128 લેવલ પાણી રાખશો તો કોઇ પ્રશ્ન ઉદભવશે નહીં. અમિત શાહે વાતચીતમાં પણ જણાવ્યું કે હું 25 વર્ષથી અમદાવાદમાં કોર્પોરેટર તરીકે ચૂંટાતો આવ્યો છું, હું ભૌગોલિક સ્થિતિ થી વાકેફ છું અને એને જ કારણે મેં માનપા નું ધ્યાન દોર્યું છે

Ahmedabad: નવું નજરાણું ક્રુઝ વિવાદનું કારણ બન્યું, ધારાસભ્ય અમિત શાહે સાબરમતીમાં પાણી ઓછું રાખવા માંગ કરી
Ahmedabad Cruise
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:37 PM

Ahmedabad : અમદાવાદની સાબરમતી નદીમાં(Sabarmati River) થોડા દિવસ પૂર્વે જ શરૂ થયેલ નવું નજરાણું ક્રૂઝ સેવા(Cruise) હવે વિવાદનું કારણ બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અઠવાડિયે અમદાવાદમાં પડેલ વરસાદ બાદ વાસણા, નહેરુનગર, માણેકબાગ, સીજી રોડ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે વાસણા વિધાનસભાના ધારાસભ્ય અમિતે શાહે મ્યુન્સિપલ કમિશનરને પત્ર લખી સાબરમતી નદી નું રુલ લેવલ 128 રાખવા માંગણી કરી છે.

ક્રૂઝ સેવા શરૂ થતા સાબરમતી નદીનું પાણી 134 રાખવામાં આવી રહ્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં પડેલ ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવી ચુક્યા છે. જો કે અમદાવાદમાં પાણી ભરાવાનું કારણ નવી શરૂ થયેલ ક્રુઝ સેવા હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે ક્રુઝ તરતું રાખવું હોય તો નદીનું લેવલ વધુ રાખવું પડે એમ છે. અને જો પાણી ઓછું હોય તો ક્રુઝ ફસાઈ જવાની શક્યતા હોય છે,

આ  સ્થિતિમાં સાબરમતી નદી અને વાસણા બેરેજમાં પાણીનું સ્તર 134 ફૂટ રાખવામાં આવી રહ્યું છે. જેના કારણે શહેર પડેલ વરસાદનો તુરંત નિકાલ નથી થતો અને ઠેરઠેર પાણી ભરાઈ રહેવાની સમશ્યા ઉભી થાય છે. આ જ બાબતને ધ્યાને રાખી વાસણા વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મનપા કમિશનર ને પત્ર લખી વાસણા બેરેજમાં પાણી ઓછું રાખવા માંગ કરી છે.

અમિત શાહના પત્રમાં શું?

ધારાસભ્ય અમિત શાહે મ્યુનિ કમિશ્નરને લખેલ પત્ર માં ઉલ્લેખ છે કે મારા એલિસબ્રીજ વિધાનસભા નો મોટા ભાગ નો વિસ્તાર નદી કીનારે છે. આપને ધારાસભ્ય સાથે ની સંક્લન મીટીગ મા પણ જણાવ્યુ હતુ કે નદી મા 128 લેવલ રાખવામાં આવે તો વિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉદભવતો નથી. 7 જુલાઈ એ ભારે વરસાદ પડતા નદી મા 134.5 લેવલ પાણી નુ હતુ જેના કારણે નદી સાથે જોડાયેલ નાળા બેક મારે છે.

જેના કારણે નદી કાઠાં ના વિસ્તારના પાણી ઉતરતા નથી. આ અગાઉ પણ 30 જુનના રોજ નદી મા આટલુ જ લેવલ પાણી હોવાથી વિસ્તાર મા પાણી ઉતરવા મા વાર લાગે છે અને એનું બેક પાણી નેહરૂનગર, માણેક્બાગ, સી.જી.રોડ, મીઠાખળી અંન્ડરપાસ, પરિમલ  અંડર  પાસ, વાસણા બસસ્ટેન્ડ, જીવરાજ મહેતા રોડ, શ્રેયસ ફાટક પાસે, શારદા મંદિર રોડ પર વાહન વ્યવહાર પર માઠી અસર પડે છે.

વાસણા બેરેજનું 128 લેવલ પાણી રાખશો તો કોઇ પ્રશ્ન ઉદભવશે નહીં

જેથી કાયમી ચોમાસામા ધ્યાનમા રાખી વાસણા બેરેજનું 128 લેવલ પાણી રાખશો તો કોઇ પ્રશ્ન ઉદભવશે નહીં. અમિત શાહે વાતચીતમાં પણ જણાવ્યું કે હું 25 વર્ષથી અમદાવાદમાં કોર્પોરેટર તરીકે ચૂંટાતો આવ્યો છું, હું ભૌગોલિક સ્થિતિ થી વાકેફ છું અને એને જ કારણે મેં માનપા નું ધ્યાન દોર્યું છે કે વાસણા અને અન્ય વિસ્તારમાં પાણી ના ભરાય એ માટે સાબરમતી નદીમાં પાણીનું લેવલ 128 ફિટનું જ રાખવામાં આવે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો