અમદાવાદ (Ahmedabad) મુંબઈ બુલેટ ટ્રેનને( Bullet Train) સમયસર ચલાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. આ માટે રેલ્વે મંત્રાલયે દર મહિને નિર્માણ કાર્યનો લક્ષ્યાંક વધાર્યો છે. હાઈસ્પીડ ટ્રેનના બે સ્ટેશન સુરત અને અમદાવાદ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેન નિર્માણનો લક્ષ્યાંક વધારવાથી કામમાં ઝડપ આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત 98.76 ટકા, દાદરા અને નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્રમાં 68.65 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. સાબરમતી ટર્મિનલ હબ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, જે હાઈસ્પીડ રેલ સ્ટેશનને ભારતીય રેલ્વે સ્ટેશન અને મેટ્રો અને બસ સ્ટેશન સાથે જોડીને મુસાફરોને ઉત્તમ સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત નવસારી ખાતે ફુલ સ્પાન ગર્ડર લોન્ચિંગ ઇક્વિપમેન્ટ સાથે કામ શરૂ કરાયું છે. જેમાં MAHSR વાયડક્ટના નિર્માણને ઝડપી બનાવવા માટે, NHSRCL ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિ (FSLM)અપનાવી રહી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ નિવેદન આપ્યું હતું. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Girder launcher placed on viaduct of bullet train. New construction technologies in railways. pic.twitter.com/Mx7NZMT5D9
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 7, 2022
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ 2022 સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ લાઈન બનાવી રહી છે, જેનો 352 કિલોમીટરનો રૂટ ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે. આ તમામ 8 જિલ્લામાં પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો : સુરતની SBI બેકમાં ધોળા દિવસે લોકોની વચ્ચે એક ઈસમે કરી રોકડની ચોરી
આ પણ વાંચો : સુરત પોલીસે ગુજરાતનું સૌથી પહેલું ભવિષ્ય કેન્દ્ર શરૂ કર્યુ, પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શન અપાશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો