Ahmedabad: દિવાળીની રજાઓમાં કાંકરિયામાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, એક કરોડ રુપિયાથી વધુની થઇ આવક

|

Oct 30, 2022 | 5:23 PM

દિવાળી (Diwali 2022) અને નવા વર્ષની ઉજવણી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ અમદાવાદ શહેરમાં દિવાળી માહોલ યથાવત છે. કારણ કે કાંકરિયા સુખ આપે મોટી સંખ્યામાં લોકો જૂની તેમજ કાંકરિયાની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં પણ આ વર્ષની દિવાળી અને નવા વર્ષના પર્વ એ ગત ત્રણ વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે.

Ahmedabad: દિવાળીની રજાઓમાં કાંકરિયામાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, એક કરોડ રુપિયાથી વધુની થઇ આવક
દિવાળી દરમિયાન કાંકરિયામાં પ્રવાસીઓનો ધસારો

Follow us on

દિવાળી અને નવા વર્ષની આ વર્ષે લોકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી. તે પછી પોતાના ઘરે હોય કે પછી અમદાવાદ શહેરની બહાર કે રાજ્ય બહારના ધાર્મિક અને પર્યટન સ્થળો પર ફરવા જવાની વાત હોય અને તેમાં પણ અમદાવાદના પણ સ્થળો કેમ બાકાત રહે. આ એટલા માટે કહેવું પડેલું છે કારણ કે કોરોનાના બે વર્ષ બાદ જ્યારે લોકો એ આ દિવાળી અને નવા વર્ષના પર્વની ઉજવણી કરી તેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા. જેના કારણે દરેક પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળો પર આ વર્ષે લોકોની ભીડ જોવા મળી. તેમાં પણ અમદાવાદના કાંકરિયા ખાતે વિવિધ એક્ટિવિટીમાં લોકોએ ભાગ લીધો.

દિવાળી અને નવા વર્ષની ઉજવણી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ અમદાવાદ શહેરમાં દિવાળી માહોલ યથાવત છે.  આ વર્ષે દિવાળીમાં મુલાકાતીઓની સંખ્યા વધારો નોંધાયો છે. જે સંખ્યાએ કોરોનાના બે વર્ષ તેમજ તેના અગાઉના વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કાંકરિયા ઝુના ડાયરેક્ટરની વાત માનીએ તો આ વર્ષે દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન કાકરીયા ઝુ ખાતે લગભગ બે લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. જેનાથી કાંકરિયા ઝુને લગભગ રુપિયા એક કરોડ ઉપરની આવક થઈ.

તારીખ પ્રમાણે મુલાકાતીઓના આંકડા અને આવક

  1. 23 ઓક્ટોબર 6925 મુલાકાતી અને 234680 આવક
  2. 24 ઓક્ટોબર 9245 મુલાકાતી અને 334920 આવક
  3. 25 ઓક્ટોબર 31261 મુલાકાતી અને 1074880 આવક
  4. 26 ઓક્ટોબર 45668 મુલાકાતી અને 1525670 આવક
  5. 27 ઓક્ટોબર 42259 મુલાકાતી અને 1404500 આવક
  6. 28 ઓક્ટોબર 41413 મુલાકાતી અને 1360560 આવક
  7. 29 ઓક્ટોબરે 30000 મુલાકાતી અને 1034000 આવક

કાંકરિયા ખાતે બાલવાટિકા અને બટરફ્લાય પાર્ક આવેલા છે. જે સ્થળ ઉપર સામાન્ય દિવસોમાં જે ભીડ રહે છે તેના બદલે તહેવારોમાં તે ભીડમાં અધધ વધારો નોંધાયો. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષના મુલાકાતીઓના રેકોર્ડ તૂટ્યા તો કાકરીયા ઝૂમ આવકમાં પણ અધધ વધારો થયો. એટલે કે રવિવારથી શનિવાર સુધીમાં કાંકરિયા ઝુમાં લેક ફ્રન્ટ સિવાય અન્ય સ્થળ પર 206771 મુલાકાતીઓએ મુલાકાત કરતા કાંકરિયાને 6968210 આવક થઈ. જે છેલ્લા કેટલાક વર્ષની રેકોર્ડ બ્રેક આવક અને રેકોર્ડ બ્રેક મુલાકાતીઓ છે. એટલું જ નહીં પરંતુ જો કાંકરિયા ઝુના ડાયરેક્ટરની વાત માનીએ તો 26 ઓક્ટોબરે એક જ દિવસમાં કાંકરિયા લેકમાં 72,000 જેટલા લોકોએ એક જ દિવસમાં મુલાકાત લીધી હોવાનો પણ રેકોર્ડ આ વર્ષે સ્થપાયો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

દિવાળી અને નવા વર્ષ પહેલા શનિવારથી જ રજાનો માહોલ હતો. ત્યારબાદ રવિવારે રજા, સોમવારે દિવાળી, મંગળવારે પડતર દિવસ, બુધવારે નવું વર્ષ અને ભાઈબીજ અને તે બાદ લાભ પાંચમ સુધી લોકોના વેપાર ધંધા બંધ રહ્યા. જેથી ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પણ વેપાર ધંધા શરૂ ન થતા એક સપ્તાહ વેકેશન જેવો માહોલ રહ્યો. જેનો લોકોએ સીધો લાભ લીધો. જેથી બહાર આ વર્ષે લોકોની ભીડ દરેક સ્થળે જોવા મળી તો રજાના દિવસમાં છેલ્લો દિવસ અને રવિવાર હોવાથી અને સોમવારથી બધું પહેલાની જેમ શરૂ થઈ જવાનું હોવાથી પણ બજાર તેમજ પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળ પર લોકોની ભીડ જોવા મળી. જેમાં કાંકરિયા ખાતે આજે મુલાકાતીઓનો રેકોર્ડ તૂટે એમ લાગી રહ્યું છે. જેનો સીધો લાભ મ્યુનિસિપલ તિજોરી ને થશે. એટલે કે આ વર્ષે દરેક લોકોને દિવાળી અને નવું વર્ષ ફળતું લાગી રહ્યું છે.

Next Article