Ahmedabad : તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયા, બેંકમાંથી કરોડોના વ્યવહાર મળી આવ્યા

પોલીસને શંકા છે કે આરટીઆઈ ના પ્રવેશ માટે બનાવટી દસ્તાવેજો પણ ઉભા કર્યા હોઈ શકે છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે.. મહત્વનું છે કે આશિષ એ કાસીન્દ્રા પાસે પોતાનો બંગલો ખરીદવા માટે તેમજ ઇન્ટિરિયલના કામ માટે પણ પેપર મિલના માલિક પાસેથી ધમકી આપીને પણ રૂપિયા પડાવ્યા હતા.

Ahmedabad : તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયા, બેંકમાંથી કરોડોના વ્યવહાર મળી આવ્યા
Ahmedabad Culprit Ashish Kanjaria
| Edited By: | Updated on: May 04, 2023 | 10:33 PM

અમદાવાદમાં તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ ગુના પોલીસ ચોપડે નોધાઈ રહ્યા છે. તેવામાં આશિષની પૂછપરછમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશિષ બેંકમાંથી કરોડો ના વ્યવહાર મળી આવ્યા છે.સાથે જ આશિષનો પુત્ર પણ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યો છે.એટલું જ નહિ આજ દિન સુધી સ્કૂલની એક પણ રૂપિયો ફી ભરી નથી.જેથી ક્રાઈમ બ્રાન્ચે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તોડબાજ કહો કે ખંડણીખોર,વાલી મંડળ ના આગેવાન કહો કે, આરટીઆઈ એક્ટિવિસ્ટ કહો.. આશિષ કંજારીયા નો ફુગ્ગો હવે ફુટી ગયો છે.આશિષ કંજારીયા વિરુદ્ધ હવે ત્રણ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં અને એક ફરિયાદ બોપલ પોલીસ મથકે નોંધાઈ છે. સ્કૂલ સંચાલકોને અલગ અલગ આરટીઆઇ અને પ્રવેશના બહાને ધમકાવી રૂપિયા પડાવતો આશિષ કંજરીયા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડી આવતા અનેક ખુલાસા થયા છે.

આધારે વધુ દસ્તાવેજી પુરાવા એકઠા થઈ શકશે

તેની તપાસ કરતા આધાર ફાઉન્ડેશનના નામે ખોલાવેલા બેન્ક એકાઉન્ટ માંથી 35 લાખ બેલેન્સ મળી આવ્યું છે.. ઉપરાંત રૂપિયા 1 કરોડ 15 લાખ અલગ અલગ વ્યક્તિ ઓ અને સંસ્થા પાસે થી પૈસા વસૂલ કર્યા હોવાનું સામે આવ્યું છે.જેના આધારે આગામી સમયમાં વધુ ભોગ બનનાર સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ પોલીસે શિક્ષણ વિભાગ, કલેકટર, ચેરિટી કમિશનર સહિતના વિભાગો પાસેથી માહિતી માંગી છે.. જેના આધારે વધુ દસ્તાવેજી પુરાવા એકઠા થઈ શકશે.

અલગ અલગ અરજીઓ અને ફરિયાદો કરી રૂપિયા પડાવ્યા હોવાની હકીકત સામે આવી

આશિષ કંજારીયાની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, આશિષનો પુત્ર બોપલની શિવ આશિષ શાળામાં અભ્યાસ કરે છે.. જેનો પ્રવેશ આરટીઇ હેઠળ મેળવ્યો હતો.જો કે આશિષ ની પત્ની સરકારી સ્કૂલમાં શિક્ષક હોવાથી તે પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજ દિન સુધી સ્કૂલ સંચાલકોને એક પણ રૂપિયો ફી ન આપી કુલ સંચાલકો વિરુદ્ધ અલગ અલગ અરજીઓ અને ફરિયાદો કરી રૂપિયા પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે.

પોલીસને શંકા છે કે આરટીઆઈ ના પ્રવેશ માટે બનાવટી દસ્તાવેજો પણ ઉભા કર્યા હોઈ શકે છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે.. મહત્વનું છે કે આશિષ એ કાસીન્દ્રા પાસે પોતાનો બંગલો ખરીદવા માટે તેમજ ઇન્ટિરિયલના કામ માટે પણ પેપર મિલના માલિક પાસેથી ધમકી આપીને પણ રૂપિયા પડાવ્યા હતા.

આશિષ વિરુદ્ધ વધુ ગુનાઓ દાખલ થાય તો નવાઈ નહીં

આશિષ કંજારીયા વિરુદ્ધ તપાસ માટે અને વધુ પુરાવા એકઠા કરવા પોલીસે કલેકટર શિક્ષણ વિભાગ અને ચેરિટી કમિશનરને પણ પત્રો લખ્યા છે.જેમાં આશિષ દ્વારા ચલાવવામાં આવતી યુ-ટ્યુબ ચેનલ, તેના દ્વારા ચલાવતા એનજીઓની પણ માહિતી માંગવામાં આવી છે.જે માહિતીના આધારે પૂરતા પુરાવા એકઠા કરી કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આગામી સમયમાં આશિષ વિરુદ્ધ વધુ ગુનાઓ દાખલ થાય તો નવાઈ નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…