Ahmedabad: મેટ્રોની કામગીરી હાલ રોકેટ ગતિએ ચાલુ, બંને ફેઝ શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ

|

Sep 10, 2022 | 11:20 AM

અમદાવાદીઓ (Ahmedabad) માટે મોટી ખુશખબર મળી રહી છે. અમદાવાદમાં આ નવરાત્રિ દરમિયાન જ મેટ્રો ટ્રેન (Metro train) શરૂ થવા જઈ રહી છે. આ માટે તંત્ર દ્વારા જરૂરી તમામ કામગીરીને યુદ્ધને ધોરણે હાથ ધરી દેવામાં આવી છે.

Ahmedabad: મેટ્રોની કામગીરી હાલ રોકેટ ગતિએ ચાલુ, બંને ફેઝ શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ
અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ દિવસે મેટ્રો ટ્રેન થશે શરુ

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પણ અત્યાર સુધીમાં અનેક વાર ગુજરાતની મુલાકાત (Gujarat Visit) લીધી છે. ત્યારે આ મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત લેવાના છે. માહિતી મુજબ 1 પ્રથમ નોરતે એટલે 26 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવશે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે.

નવરાત્રિ દરમિયાન જ મેટ્રો ટ્રેન શરૂ થશે

અમદાવાદીઓ માટે મોટી ખુશખબર મળી રહી છે. અમદાવાદમાં આ નવરાત્રિ દરમિયાન જ મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ માટે તંત્ર દ્વારા જરૂરી તમામ કામગીરીને યુદ્ધને ધોરણે હાથ ધરી દેવામાં આવી છે. અમદાવાદમાં નવરાત્રીમાં જ મેટ્રોના બંને ફેઝ શરૂ કરવાની તૈયારીઓ થઈ ચુકી છે. તંત્ર દ્વારા આ તૈયારીઓને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. મેટ્રોની કામગીરી હાલ રોકેટ ગતિએ ચાલી રહી છે. બીજી તરફ લાંબા સમયથી રાહ જોઈને બેસેલા અમદાવાદીઓ પણ હવે મેટ્રોની સવારી કરવા માટે પુરી રીતે તૈયાર છે. જેથી હવે અમદાવાદીઓ નવરાત્રીથી મેટ્રો ટ્રેનનો લાભ લઈ શકશે.

વડાપ્રધાન મોદી આપશે મેટ્રોની ભેટ

વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઈ ગયો છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મીની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

કોરિડોર-1ના સ્ટેશન

જીવરાજ પાર્ક, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, AEC, સાબરમતી અને મોટેરા સ્ટેશન

કોરિડોર-2ના સ્ટેશન

થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસપી સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપેરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોનીથી પસાર થશે. , વસ્ત્રાલ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ ગામ.