Ahmedabad: પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરૂદ્ધ મેગા લોકદરબાર, ‘મે વી હેલ્પ’ કાર્યક્રમ અંતર્ગત નવતર અભિગમ

|

Jan 27, 2023 | 12:00 PM

લોક દરબારમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, બેંકના અધિકારીઓ લોકોને જરૂરી માર્ગદર્શન આપશે. જો કોઈ વ્યક્તિ કે વેન્ડરને નાની રકમની લોન જોઈતી હશે તો તેને લોન અપાવવામાં પણ પોલીસ મદદરૂપ બનશે.

Ahmedabad: પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરૂદ્ધ મેગા લોકદરબાર, ‘મે વી હેલ્પ કાર્યક્રમ અંતર્ગત નવતર અભિગમ
mega drive against vyajkhor

Follow us on

સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ ચુસ્ત પગલાં ભરી વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને ન્યાય અપાવવા માટે ખાસ ઝુંબેશ ચાલુ છે. ત્યારે અમદાવાદ પોલીસ હેડકવાર્ટર ખાતે વ્યાજખોરો વિરૂદ્ધ આજે મેગા લોક દરબાર યોજાશે. અહીં શહેરના અલગ અલગ ઝોન મુજબ લોકો વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત સાંજે લોક દરબારમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, બેંકના અધિકારીઓ લોકોને જરૂરી માર્ગદર્શન આપશે. જો કોઈ વ્યક્તિ કે વેન્ડરને નાની રકમની લોન જોઈતી હશે તો તેને લોન અપાવવામાં પણ પોલીસ મદદરૂપ બનશે.

28, 29 અને 30 જાન્યુઆરી સુધી ‘મે વી હેલ્પ’ કાર્યક્રમ યોજાશે

વ્યાજખોરના ત્રાસને કારણે ઘણા પરિવાર મોતને ભેટતા હોય છે અથવા તો સામૂહિક આપઘાત કરતા હોય છે આવી સમસ્યાને ડામવા માટે પોલીસે આ ડ્રાઈવ શરૂ કરી છે. 31 જાન્યુઆરી સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે પોલીસ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને મદદ કરવા મેગા લોકદરબાર આયોજિત કરી રહી છે. મેગા  લોકદરબારની મુખ્ય બાબતો આ પ્રમાણે છે.

  • દરેક પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમ યોજવામાં આવશે
  • અમદાવાદ શહેરમાં કુલ 48 જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત
  • બેંક અધિકારીને સાથે રાખીને સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે
  • નવતર અભિયાનમાં ટ્રાફિક પોલીસકર્મીઓ પણ સહાયક બનશે.
  • ઝોન મુજબ પીડિતો ફરિયાદ કરી શકશે
  • વ્યાજના વિષચક્રથી બચાવવા પોલીસ અધિકૃત રીતે લોન અપાવશે

જાણો કેવી રીતે  રીતે ચાલે છે વ્યાજનું વિષચક્ર

નોંધનીય છે કે વ્યાજખોરના ત્રાસને કારણે ઘણા પરિવાર મોતને ભેટતા હોય છે અથવા તો સામૂહિક આપઘાત કરતા હોય છે આવી સમસ્યાને  ડામવા માટે પોલીસે આ  ડ્રાઈવ શરૂ કરી છે. જરૂરિયાત મંદોને મોટા વ્યાજ સાથેં નાણાંનું ધિરાણ આપવામાં આવે છે અને ગ્રાહકને જરૂર હોય  તેટલે તે વ્યાજખોરે આપેવા વ્યાજે રકમ લે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વ્યાજખોરો ગ્રાહક પાસેથી 10-20 ટકા વ્યાજ વસુલી કરે છે જોકે શરાફી વ્યાજમાં 1 ટકાથી 2.5 ટકા સુધી વ્યાજ સર્વ સામાન્ય હોય છે. વ્યાજખોર પાસે લાયસન્સ હોવાથી તે ગ્રાહકના ખાતામાં RTGSથી પૈસા નાંખે છે. RTGSથી પૈસા નાંખતા તે કાયદાકીય રીતે તે સાચો પુરવાર થાય છે. વ્યાજના માત્ર 2 ટકા ગ્રાહક પાસેથી ખાતામાં વસુલ કરે છે અન્ય ઉપરના વ્યાજની ટકાવારી બ્લેકમાં રોકડના રૂપમાં વસુલે છે. રોકડ નાણાંનો કોઈ પુરાવો ન રહેતા બેફામ વ્યાજ વસુલે છે અને નાણાં આપ્યા બાદ અનેક ગણા રૂપિયા વસુલવાનું શરૂ કરે છે.

વ્યાજખોરો 10 હજાર આપી રોજના રૂપિયા 500 સુધી વસુલે છે વ્યાજ

નાણાં આપવામાં વિલંબ કરતા ધિરાણકારો પર દબાણ કરે છે ,વ્યાજ આપવામાં મોડું થાય તો ગ્રાહક પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ લે છે. ગ્રાહક કંટાળીને પોલીસ પાસે જાય તો પણ લાયસન્સ હોવાથી વ્યાજખોર બચી જાય છે. તેમજ વ્યાજ ચૂકવી ન શકનાર ગ્રાહકોને ધિકાણકારો ધમકીઓ આપે છે અને નાણાંના બદલામાં ધિરાણદાર મિલકત પર ગેરકાયદે કબજો કરે છે, વ્યાજ ન ચુકવી શકનારાઓના પરિવારની મહિલાઓ પાસે અભદ્ર માંગણી પણ થાય છે. વ્યાજે લીધેલા રૂપિયાથી પણ ઘણીવાર વધુ વ્યાજ વસુલી લેવામાં આવે છે.

Next Article