Ahmedabad: ડબલ મર્ડર કરનારા આરોપી મનસુખને કોર્ટમાં રજૂ કરાશે, કંપાઉન્ડરે જાતે સર્જરી કરતા ઇન્જેક્શનનો આપ્યો હતો ઓવરડોઝ

|

Dec 23, 2022 | 2:30 PM

મનસુખ કર્ણ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી કમ્પાઉન્ડર ની નોકરી  કરતો હતો અને તે 10 ધોરણ જ ભેણેલો છે. મનસુખને પૈસાની જરૂરિયાત હોવાથી ડોકટર અને અન્ય સ્ટાફ હોસ્પિટલ માંથી જતો રહે એટલે મનસુખ પરિચિત લોકોની સારવાર ઓછા પૈસામાં કરતો હતો.

Ahmedabad: ડબલ મર્ડર કરનારા આરોપી મનસુખને કોર્ટમાં રજૂ કરાશે, કંપાઉન્ડરે જાતે સર્જરી કરતા ઇન્જેક્શનનો આપ્યો હતો ઓવરડોઝ
Double murder accused compounder

Follow us on

અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી ડબલ મર્ડરની ઘટનામાં આરોપી મનસુખની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ આજે પોલીસ આ આરોપીને કોર્ટમાં રજૂ કરશે. નોંધનીય છે કે શહેરના મણિનગર ભુલાભાઈ વિસ્તારમાં આવેલી કર્ણ હોસ્પિટલમાં થયેલી માતા પુત્રીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષ થી કમ્પાઉન્ડરનું કામ કરતો મનસુખ જ માતા પુત્રીનો હત્યારો હતો તે બાબત જાણવા મળી હતી.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શું હતી ઘટના?

અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલા કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી કર્ણ ENT હોસ્પિટલમાં ગઇકાલે માતા પુત્રીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં પ્રથમથી જ હોસ્પિટલના કમ્પાઉન્ડર મનસુખ પર શંકા ની સોય હતી જેથી પોલીસે પહેલે થી જ મનસુખને રાઉન્ડ અપ કરી લીધો હતો. માતા ચંપાબેન અને પુત્રી ભારતી નાં મોત મામલે પિતાએ કાગડાપીઠ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી જેમાં માતા પુત્રીનો હત્યારો મનસુખ જ નીકળ્યો હતો.

શા માટે કરી હત્યા ?

મનસુખ કર્ણ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી કમ્પાઉન્ડર ની નોકરી  કરતો હતો અને તે 10 ધોરણ જ ભેણેલો છે. મનસુખને પૈસાની જરૂરિયાત હોવાથી ડોકટર અને અન્ય સ્ટાફ હોસ્પિટલ માંથી જતો રહે એટલે મનસુખ પરિચિત લોકોની સારવાર ઓછા પૈસામાં કરતો હતો. મનસુખ ડોકટર અને અન્ય સ્ટાફ જતો રહે એટલે સીસીટીવી પણ બંધ કરી દેતો હતો. મૃતક ભારતીબેનની એકાદ વર્ષ પહેલા કાનની સારવાર પણ મનસુખે કરી હતી. જેમાં ભારતીબેન નો કાન ઠીક થઈ હતા બીજા કાનની ખામી માટે પણ ભારતીબેન મનસુખ નો સંપર્ક કર્યો હતો. ભારતીબેન અને તેની માતા ચંપાબેન ને કાનની જે તકલીફ હતી તેની સારવાર માટે ડોકટર પાસે અંદાજીત પચાસ હજાર નો ખર્ચો થતો હતો.

ઇન્જેક્શનના ઓવરડોઝ ને કારણે થયું મોત

જ્યારે મનસુખે 15 હજાર જેટલી નજીવી રકમમાં આ સારવાર માટે તૈયાર થયો હતો. 22 તારીખમાં સવારે ડોકટર તેની અન્ય હોસ્પિટલમાં ગયા જે બાદ મનસુખે ભારતીબેનની કાનની સામાન્ય સર્જરી માટે બોલાવ્યા હતા. ભારતીબેન અને તેની માતા ચંપાબેન હોસ્પિટલ આવ્યા ત્યારે મનસુખે ભારતીબેનની સર્જરી માટે તેને ઓપરેશન થીયેટરમાં લઈ જઈ કેટામાઇનનું ઇન્જેક્શન આપ્યું હતું. કેટામાઈનનું ઇન્જેક્શન કેટલી માત્રામાં આપવાનું હોય તે મનસુખ ને ખ્યાલ ન હતો. જેથી ભારતીબેનનું ઓવરડોઝને કારણે મોત નિપજ્યું હતું.

જો કે સમગ્ર ઘટના તેની માતા ચંપાબેન જોઈ હતી. ચંપાબેન મનસુખનો ભાંડો ફોડશે તેની બીકે મનસુખે ચંપાબેનને પણ કેટામાઈનનું ઇન્જેક્શન આપી દીધું હતું જેથી તેનું પણ મોત નિપજ્યું હતું. જો કે ડોકટર અને અન્ય સ્ટાફને આવવાનો સમય થઈ ગયો હોવાથી મનસુખ ગભરાય જતાં તેને મૃતદેહને સગેવગે કરવાનું વિચાર્યું હતું. હોસ્પિટલમાં દાખલ એક પેશન્ટને હોસ્પિટલ બહાર મોકલાયા અને કહ્યું કે હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરવાનો હોવાથી થોડા સમય માટે બહાર જવા જણાવ્યું હતું અને બાદમાં બંનેના મૃતદેહ માંથી ભારતીબેન નાં મૃતદેહને કબાટમાં અને માતા ચંપાબેન નાં મૃતદેહને પેશન્ટના પલંગ નીચે સંતાડી દીધી હતી. જોકે ડોકટર પહેલા તેનો સ્ટાફ હોસ્પિટલમાં આવી ગયો હતો જેને મૃતદેહની ખબર પડતા  ડોકટરને જાણ કરી હતી અને ડોકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હત્યા બાદ શું થયું ?

કમ્પાઉન્ડર મનસુખની પત્ની અને તેના પુત્રને પણ બીમારીઓ હતી જેના ઈલાજ માટે મનસુખે  વ્યાજે  ઉછીના રૂપિયા લીધા હતા. જેમાં મનસુખને દેણું વધી ગયું હતું. જે ભરપાઈ કરવા અને વધુ પૈસા કમાવવા મનસુખ તેના અનુભવનો ફાયદો ઉઠાવ્યો અને અમુક દર્દીઓને હોસ્પિટલના સમય બાદ પોતે ઈલાજ કરવા બોલાવતો હતો. તેવી જ રીતે મનસુખ ચંપાબેન અને ભારતીબેનને બોલાવ્યા હતા.  આ બંનેની હત્યા બાદ ચંપાબેને જે દાગીના પહેર્યા હતા તે ચોરી લીધા હતા અને સોનીની દુકાનમાં ગીરવે મૂકી રૂપિયા મેળવ્યા હતા. આ રૂપિયામાં જે લોકો તેની પાસે માંગતા હતા તેને ચૂકવી આપ્યા હતા.

પોલીસે કઈ રીતે કરી તપાસ ?

પોલીસને તપાસ દરમ્યાન પહેલા એકજ ભારતીબેન નો મૃતદેહ મળ્યો હતો. જોકે તેની સાથે આવેલી તેની માતા એટલેકે ચંપાબેનનો કોઈ અતોપતો નહિ મળતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન તપાસમાં હોસ્પિટલમાં પડેલા મેડિકલ વેસ્ટ માંથી અલગ અલગ બે જોડી ચપ્પલ મળી આવ્યા. જેના આધારે પોલીસે માતા ચંપાબેનનો મૃતદેહ પણ આસપાસ હોવાની શંકા જતા દરેક રૂમને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પેશન્ટ નાં બેડ નીચે થી ચંપાબેન નો મૃતદેહ મળી આવ્યો હતો. કાગડપીઠ પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ કરાવ્યા હતા. કેસની ગંભીરતાને જોતા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.

 

Next Article