અમદાવાદમાં પોલીસે ચોરીની 33 સાયક્લ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

|

Dec 01, 2021 | 11:58 PM

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલી સાયકલની આ ચોર ચોરી કરી લેતો. જેમાં પોલીસે આ સાયકલ ચોરને ઝડપી પાડી સવા લાખ રૂપિયાની કિંમતની 33 સાયકલ કબ્જે કરી છે.

અમદાવાદની (Ahmedabad)  વાસણા પોલીસે (Police)  એક સાયકલ ચોરને (Cycle Theft)  ઝડપી પાડ્યો છે. આ સાયકલ ચોરે એક કે બે નહીં પણ 33 સાયકલની ચોરી કરી. શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલી સાયકલની આ ચોર ચોરી કરી લેતો. જેમાં પોલીસે આ સાયકલ ચોરને ઝડપી પાડી સવા લાખ રૂપિયાની કિંમતની 33 સાયકલ કબ્જે કરી છે.

જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો સાયકલ ચોર છેલ્લા 6 મહિનાથી આ સાયકલની ચોરી કરતી હતો. આ સાયકલ ચોર સાયકલને વેચી દેતો હતો કે પોતાની પાસે જ રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક પ્રકારની સાયક્લોનું વેચાણ વધ્યું છે .જેમાં આ ચોર પાસેથી પકડાયેલી મોટા ભાગની સાયક્લો મોંધી માલૂમ પડી છે. તેમજ આ સાયકલો અંગે ચોરીની ફરિયાદ કરવામાં આવી છે કે તે અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

જેમાં જોવા જઇએ તો સામાન્ય રીતે સાયકલ ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે જોવા મળતી નથી. કારણ કે તેની માટે બિલ સહિતની વિગતો પોલીસ સ્ટેશન જમા કરાવવાની હોય છે. તેથી લોકો સાયકલ ચોરીની ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. જેના લીધે પોલીસ પણ આ દિશામાં કાર્યવાહી કરવા માટે પ્રેરાતી નથી.

આ પણ  વાંચો : સાંતેજ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારેલી સજા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો :  જૂનાગઢ શહેરમાં વાતાવરણ પલટાયું, ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

Published On - 11:43 pm, Wed, 1 December 21

Next Video