Ahmedabad : આવતીકાલે ભગવાન જગન્નાથની નીકળશે ભવ્ય રથયાત્રા, સુરક્ષાને લઇને યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક

|

Jun 19, 2023 | 7:39 AM

ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.

Ahmedabad : આવતીકાલે ભગવાન જગન્નાથની નીકળશે ભવ્ય રથયાત્રા, સુરક્ષાને લઇને યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક

Follow us on

Ahmedabad : આવતીકાલે યોજાનારી અમદાવાદની 146મી રથયાત્રાને (Rathyatra 2023) લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથજીની (Lord jagannath) યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ તહેનાત રહેશે.

આ પણ વાંચો- Banaskantha: ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આજે કરશે કેસરિયા, સી.આર. પાટીલ ખેસ પહેરાવી કરશે સ્વાગત

અમદાવાદમાં રથયાત્રાના રુટ સહિતના વિસ્તારોમાં ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને 15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે આવી ચૂકી છે. અષાઢી બીજના દિવસે નાથની રંગેચંગે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ બહેન સુભદ્રા અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ સાધુ સંતો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..જયાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલે સાધુ-સંતોને વસ્ત્રદાન અર્પણ કર્યું. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ભગવાનની રથયાત્રાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં પણ તેમના લાડલા ત્રણેય ભાણેજને આવકારવા માટે મંદિર સંચાલકો દ્વારા તૈયારીઓેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ પણ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. સરસપુરમાં ભગવાનના ભક્તોને આવકારવા માટે વિવિધ પોળમાં, ભાવિક ભક્તોને ભોજન આપવા અને પ્રસાદ બનાવવા માટે દર વખતેની જેમ આ વખતે પણ રસોડા ધમધમતા થયા છે.

સરસપુરમાં લુહાર શેરીમાં 46 વર્ષથી કાર્યરત છે મોટુ રસોડુ

ભાવિ ભક્તોને પુરતી પ્રસાદી મળી રહે તે માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. તેમાં પણ મોસાળના મંદિર પાસે આવેલ લુહાર શેરીમાં સરસપુરનું સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. જ્યાં વિવિધ વાનગીઓ બનાવાઈ રહી છે. જે પ્રસાદી સ્વરૂપે રથયાત્રાના દિવસે લોકોને આપવામાં આવશે. એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article