AHMEDABAD : રોગચાળાએ ફરી માથું ઉચક્યું, સોલા સિવિલમાં દર્દીઓની લાંબી લાઈન

AHMEDABAD : રોગચાળાએ ફરી માથું ઉચક્યું, સોલા સિવિલમાં દર્દીઓની લાંબી લાઈન

| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:05 PM

સોલા સિવિલમાં એક બાજુ દર્દીઓની લાંબી લાઈન છે તો બીજી બાજું કેસ કાઢવાની બારીએ માત્ર એક જ કર્મચારી હોવાથી દર્દીઓ હેરાન થઇ રહ્યા છે.

AHMEDABAD : શહેરમાં એક બાજુ કોરોનાના કેસ ઓછા થયા છે બીજી બાજુ રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસો વધતા શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીની કતારો બિલ્ડીંગની બહાર પહોંચી છે. અહી આવતા દર્દીઓ અને તેમના સ્વજનો કલાકોના કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. વાયરલ, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીના કેસો વધ્યા છે. હોસ્પિટલોમાં અવ્યવસ્થાના કારણે દર્દીઓને ભારે હાલાકી ભીગવવી પડી રહી છે.

સોલા સિવિલમાં એક બાજુ દર્દીઓની લાંબી લાઈન છે તો બીજી બાજું કેસ કાઢવાની બારીએ માત્ર એક જ કર્મચારી હોવાથી દર્દીઓ હેરાન થઇ રહ્યા છે. દર્દીઓ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે 9 વાગ્યાનાના લાઈનમાં ઉભા છે, આમ છતાં ચાર કલાક વીતી ગયા બાદ પણ કેસ કઢાવવાનો વારો નથી આવ્યો. દર્દીઓ કહી રહ્યા છે કે જો કેસબારીમાં વધુ કર્મચારીઓ હોય તો દર્દીઓના કેસ ઝડપથી નીકળે અને તેમનું જલ્દીથી નિદાન થાય.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારનો મહત્વનો નિર્ણય