Ahmedabad: મિસ્ટર નટવરલાલની જેમ લોકોને લગાડ્યો ચૂનો, એકના ડબલ કરવાની લાલચ આપી લોકોના લાખો રૂપિયા પડાવ્યા

|

Sep 24, 2023 | 8:46 PM

Ahmedabad: PMOના અધિકારીની ઓળખ આપી અનેક લોકોને તેમજ અધિકારીઓને ઠગનાર મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગ પોલીસે પકડી પાડયો છે. આ મહાઠગ મિસ્ટર નટવરલાલની જેમ લોકોને છેતરવાની કળા ધરાવતો હતો. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના અલગ અલગ રાજ્યોમાં આ મહાઠગે વેપારીઓ સાથે ઠગાઈ કરી હતી પણ પોલીસે હવે તેને પકડી પાડ્યો છે.

Ahmedabad: મિસ્ટર નટવરલાલની જેમ લોકોને લગાડ્યો ચૂનો, એકના ડબલ કરવાની લાલચ આપી લોકોના લાખો રૂપિયા પડાવ્યા

Follow us on

Ahmedabad:  એક એવો  મહાઠગ કે જેમણે અનેક વેપારીઓને પોતાની ઠગાઈની આવડત દ્વારા લાખો રૂપિયાનો ચુનો લગાવી દીધો હતો. તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો છે. પોલીસે મયંક વ્યાસ નામના મહાઠગને પકડી પાડ્યો છે જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ફક્ત અમદાવાદ શહેર કે જિલ્લામાં નહીં પરંતુ અન્ય રાજ્યોના વેપારીઓને પણ પોતાનો શિકાર બનાવી લાખો રૂપિયા પણ આવી ચૂક્યો છે પરંતુ આજ સુધી કોઈ પણ પોલીસ તેની ધરપકડ કરી શકી નથી.

કઈ રીતે વેપારીને છેતરતો હતો

આરોપી મયંક વ્યાસ મેડિકલ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓનો સંપર્ક કરતો હતો. મેડિકલ સ્ટોરમાં દવાઓ તેમજ અન્ય સાધનો વહેંચવાનું કહી તેમાં રોકાણ કરી ડબલ રૂપિયા પરત અપાવવાની લાલચ આપતો હતો. અમુક વેપારીઓને મેડિકલમાં સર્જીકલ વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરી દેશભરમાં વેચાણ કરવા માટે રૂપિયા રોકવાનું કહી ડબલ કરવાની લાલચ આપતો હતો. અમુક વેપારીઓને દવાઓનું મોટું કનસાઈનમેન્ટ મંગાવવા માટે રૂપિયાનું રોકાણ કરી ડબલ કરી દેવાની લાલચ આપતો હતો.

મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકોને બનાવતો ટાર્ગેટ

આરોપી મયંક વ્યાસ પોતે નર્સિંગનો અભ્યાસ કરેલો છે અને કમ્પાઉન્ડર તરીકે ભૂતકાળમાં નોકરી પણ કરેલી છે. જેનો લાભ લઇ તે મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલા વેપારીઓને છેતરતો હતો. આરોપીએ અનેક લોકો પાસેથી રૂપિયા મેળવ્યા હતા. જેની પાસેથી તે રૂપિયા લેતો હતો તે વેપારીને અમુક સમય સુધી પરત પણ આપતો હતો. જો કે અમુક સમય બાદ વેપારીઓને પોતાના પૈસા કે નફો નહીં મળતા પોતે છેતરાયા હોવાની જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચો: Politician Love Story: ફિલ્મોમાંથી સંન્યાસ લઈ રાજનીતિમાં આવનારી સાંસદ નવનીત કૌરે કોના માટે છોડી ફિલ્મી કરિયર, જુઓ Photos

આરોપી મયંક વ્યાસ એક પોલીસકર્મીને પણ લગાવી ચુક્યો છે ચુનો

આરોપી મયંક વ્યાસ વિરુદ્ધ અમદાવાદ જિલ્લાનાં સાણંદ ઉપરાંત અમદાવાદ શહેરના રાણીપ પોલીસ મથક તેમજ ગુજરાત બહાર હરિયાણાના સોનીપત પોલીસ મથકમાં અને દેહરાદુનના નહેરુ કોલોની પોલીસ મથકમાં પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક વેપારીને મેડિકલના સાધનોમાં પૈસા રોકાણ કરી ડબલ કરવાની લાલચ આપી હતી તો અમદાવાદ શહેરના ન્યુ રાણીપમાં રહેતા એક પોલીસ કર્મચારીને પણ પૈસાનું રોકાણ કરી ડબલ કરવાની લાલચ આપી તેની સાથે છેતરપિંડી આચરી હતી. જોકે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી મયંક વ્યાસની ધરપકડ કરી સાણંદ પોલીસને સોંપવામાં આવ્યો છે. સાણંદ પોલીસ દ્વારા આરોપી મયંક વ્યાસની પણ પૂછપરછ શરૂ કરી છે અને વધુ કોઈ ગુનાઓ આચાર્ય છે કે કેમ તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:46 pm, Sun, 24 September 23

Next Article