Ahmedabad: ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ભડકો, 150 થી 200 રૂપિયે વેચાઈ રહ્યા છે કિલો

|

Mar 13, 2023 | 12:51 PM

Ahmedabad: ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આ ગરમીમાં સૌથી વધારે જો કોઈ રાહત આપતું હોય તો તે લીંબુ છે. પરંતુ હાલ આ રાહત આપતા લીંબુ લોકોને દઝાડી રહ્યા છે. કારણ કે છેલ્લા એક મહિનામાં જ લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. પહેલા જે 80 થી 100 રૂપિયે વેચાતા હતા તે લીંબુ હાલ 150થી 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

Ahmedabad: ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ભડકો, 150 થી 200 રૂપિયે વેચાઈ રહ્યા છે કિલો

Follow us on

ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક મહિનામાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેનુ કારણ છે ગરમીની સિઝનમાં સૌથી વધુ એનર્જી આપતી કોઈ વસ્તુ હોય તો તે લીંબુ છે. ઉનાળામાં લીંબુ શરબતની ભારે માગ રહે છે. ઉનાળો આવતા જ આ લીંબુની માગ વધી જાય છે. તેની સાથે જ  લીંબુના ભાવ પણ વધે છે.

150 થી 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લીંબુ

એક મહિના પહેલા જે લીંબુ 80 થી 100 રૂપિયા ભાવે કિલો મળતા હતા. તે જ લીંબુ હાલ  બજારમાં 160 થી લઈને 200 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે.  આ ભાવવધારાની સીધી અસર લોકોના ખીસ્સા પર પડી રહી છે. ભાવ વધારાને કારણે લોકો લીંબુની ખરીદીમાં કાપ મુકી રહ્યા છે. લીંબુની તાતી જરૂર હોવા છતા લોકો લીંબુની ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કેમ વધ્યા લીંબુના ભાવ ?

એક તરફ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્વાભાવિક છે કે ગરમીમાં રાહત આપતી વસ્તુઓની ડિમાન્ડ વધે અને તેમાં સૌથી વધુ લીંબુની ડિમાન્ડ વધવી એ સ્વાભાવિક છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે પણ ક્યાંક લીંબુના સ્ટોક ઉપર અસર પડી છે. તો લીંબુની આવક ઓછી થતા પણ ભાવ ઉચકાયા છે.

ખાસ કરીને લીંબુ   કર્ણાટક, મહારાષ્ટ્ર, મદ્રાસ અને મધ્યપ્રદેશથી આવે  છે. જેમાં કર્ણાટક અને મદ્રાસમાંથી લીંબુનો જથ્થો વધારે આવી રહ્યો છે. તો ગુજરાતમાં વિજાપુર અને ભાવનગર તરફ અને અન્ય વિસ્તાર માંથી પણ લીંબુ આવતા હોય છે. આ તમામ સ્થળોએથી હાલ લીંબુનો જથ્થો ઓછો આવી રહ્યો છે. માગ વધવાને કારણે ભાવ વધ્યા હોવાનુ વેપારીઓ કહી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતના આ રાજ્યોમાં થાય છે સૌથી વધુ લીંબુનું ઉત્પાદન

હાલ તો ગરમી વચ્ચે વરસાદને લઈને અને વાદળ છાયા વાતાવરણને લઈને ગરમીમાં થોડી રાહત છે. પરંતુ આગામી દિવસમાં ગરમીનો પારો ફરી એકવાર ઉંચકાશે. એટલે કે ગરમીમાં ફરી એકવાર વધારો થશે અને બાદમાં સતત વધારો થતો જોવા મળશે. ત્યારે લીંબુની માગ વધુ વધશે. હાલ લોકો આ ભાવ વધારા વચ્ચે જોઈતા પુરતા લીંબુ લઈને કામ ચલાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસમાં જ્યારે ગરમી વધવાની છે, તે સમયે કેવી સમસ્યા સર્જાશે તે જોવાનો વિષય બની રહેશે. પરંતુ ગરમીમાં લીંબુની તાતી જરૂરિયાત રહે છે. જે પૂરી થવી તેટલી જરૂરી છે.  જેથી કરીને લોકો ગરમીના બીમારીના શિકાર ન બને.

Published On - 12:50 pm, Mon, 13 March 23

Next Article