Ahmedabad: કાયદો બધા માટે સરખો, હેલ્મેટ પહેર્યા વગરના પોલીસ કર્મીઓ દંડાયા, આજથી પોલીસકર્મીઓ માટે હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવ

|

Mar 26, 2022 | 4:39 PM

હાઇકોર્ટ દ્વારા પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ પોલીસ કર્મીઓ માટે ખાસ ડ્રાઇવ યોજી પોલીસને પણ નિયમોનું પાલન કરવા સૂચના અપાઇ રહી છે.

Ahmedabad: કાયદો બધા માટે સરખો, હેલ્મેટ પહેર્યા વગરના પોલીસ કર્મીઓ દંડાયા, આજથી પોલીસકર્મીઓ માટે હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવ
આજથી પોલીસકર્મીઓ માટે હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ

Follow us on

કોઈ પણ કાયદો (Law) દરેક લોકો માટે સરખો હોય છે ત્યારે થોડા દિવસ પહેલા અમદાવાદ (Ahmedabad)  સહિત રાજ્યભરમાં પોલીસ (police) દ્વારા સામાન્ય લોકો માટે હેલ્મેટ (helmet)  ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આજ થી સાત દિવસ માટે પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવ (special drive) નું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ પોલીસ મથકના કર્મચારીઓ કે અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વિના અવર જવર કરી રહ્યા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. હેલ્મેટનો કાયદો ફક્ત સામાન્ય લોકોને જ નહીં પરંતુ પોલીસને પણ લાગુ પડે છે ત્યારે હેલ્મેટ પહેર્યા વિના અવર જવર કરતા પોલીસ કર્મચારીઓ પાસેથી હવે દંડ વસૂલી કરવામાં આવી રહી છે. આજથી શરૂ થતી આ ડ્રાઇવ માં ટ્રાફિક પોલીસની ટીમ પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસના ચેકીંગ માં અમુક પોલીસકર્મીઓ હેલ્મેટ પહેરી પસાર થતાં હતાં તો અમુક હેલ્મેટ વિના પકડતા તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજ્યભરમાં સામાન્ય લોકો હેલ્મેટ તેમજ સિટ બેલ્ટ માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ખાસ ટીમ બનાવી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં અનેક લોકો દંડાયા હતા.

મહત્વનું છે કે બાઈક પર હેલ્મેટ તેમજ કારમાં સીટ બેલ્ટ પહેરી વાહન ચલાવવાની અકસ્માત થાય તો પણ ગંભીર ઈજાઓથી બચી શકાય છે. હાઇકોર્ટ દ્વારા પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ પોલીસ કર્મીઓ માટે ખાસ ડ્રાઇવ યોજી પોલીસને પણ નિયમોનું પાલન કરવા સૂચના અપાઇ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા, ‘મિશન ગુજરાત’ વિશે થઈ ચર્ચા!

આ પણ વાંચોઃ Surat : ચાંપતા બંદોબસ્ત સાથે કુખ્યાત સજ્જુને કોર્ટ સમક્ષ રજુ કરાયો, 12 દિવસના રિમાન્ડની મંજૂર

Published On - 4:38 pm, Sat, 26 March 22

Next Article