રાજ્યમાં ડ્રગ્સ હોય દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થો હોય જેને પકડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને માટે જ રાજ્ય સરકાર દ્વારા બોર્ડર સીમા તેમજ દરિયાઈ સીમા ઉપર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો પણ પકડવામાં આવ્યા છે, પરંતુ આ મામલે રાજ્યના અંદરની સીમા અસુરક્ષિત લાગી રહી છે. કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે કાલુપર રેલવે સ્ટેશન ઉપર.
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજ અસંખ્ય લોકો અવરજવર કરે છે. ત્યારે અહીં આવવા- જવા દરવાજા ઉપર કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી. ત્યારે ચિંતાનો વિષય એ છે કે બહારના શહેર અને રાજ્યમાંથી આવતા લોકો શું વસ્તુ લઈને આવે છે તે અંગેની કોઈ જાણકારી હોતી નથી. મુસાફરોના માલસામાનમાં દારૂ હોય, ડ્રગ્સ હોય કે પછી અન્ય નશીલા પદાર્થ કે અન્ય શંકાસ્પદ વસ્તુ હોય. જેની જડતી લેવી જરૂર છે . જોકે શંકાસ્પદ વસ્તુઓ તેમજ વ્યક્તિઓની તપાસ રેલવે પોલીસ કરે છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર કાલુપુર તરફ 4 ગેટ તેમજ એક્સીલેટર અને સીડી દ્વારા લોકો રેલવે સ્ટેશનમાં પ્રવેશી શકે છે અને બહાર આવી શકે છે. તો સરસપુર તરફ આખો ભાગ ખુલ્લો છે. 4 ગેટમાંથી ગેટ નંબર 2 અને ગેટ નંબર 4 ઉપર જ લગેજ સ્કેનર મશીન છે અને તેમાં પણ તે ગેટ ઉપર તમામનું લગેજ સ્કેન ફરજિયાત કરવામાં નથી આવતું. જો તમામનું ચેકીંગ થાય તો ભીડ થવાની પણ સમસ્યા સર્જાય જેને પહોંચી વળવું રેલવે તંત્ર માટે અઘરું છે. આ મર્યાદાને કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી અહીં કોઈ પણ વસ્તુની ઘુસણખોરી કરી શકે છે.
આ તમામ પરિસ્થિતિ અંગે પૂછતા રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનમાં પોલીસ નિરિક્ષણની સાથે સાથે CCTV પણ કાર્યરત છે. જેનું સતત મોનિટરિંગ થાય છે.
અગાઉ કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી રેલવે પોલીસ દ્વારા નશીલા પદાર્થો ઝડપીને કાર્યવાહી પણ કરવામાં છે. પણ હજારો લાખો મુસાફર ની સંખ્યા સામે આ પ્રકારની વ્યવસ્થા નહિવત્ કહી શકાય. આથી સુરક્ષા અને ચકાસણીની વ્યવસ્થામાં વધારો કરવો તેટલી જ જરૂરી બની જાય છે. નશીલા તેમજ ગેરકાયદે પદાર્થોની હેરફેર આવી જગ્યાએથી પણ ન થાય તે માટે તંત્રએ સજાગ રહેવું જરૂરી છે. તે પછી રેલવે સ્ટેશન હોય કે અસટી સહિતના જાહેર પરિવહનના સ્થળો હોય.
હાલમાં જ્યારે દરિયાઈ સીમાઓ ઉપર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે રેલવે સ્ટેશન અને એસટી સહિતના જાહેર પરિવહનના સ્થળોએ પણ સઘન ચેકિંગ થાય તે અનિવાર્ય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:56 pm, Tue, 28 March 23