Ahmedabad: સરખેજમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ પોલીસના ડરથી બાળકીને બિનવારસી મૂકી ફરાર થયા હતા. મહત્વનું છે કે પોલીસે CCTV અને બાતમીના આધારે સાળા બનેવીને ઝડપી પાડ્યા છે. બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની આશંકા છે. પરતું બાળકીનું અપહરણ કરવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી આરોપીઓ અપહરણ કરીને રિક્ષામાં લઈ ગયા હતા. બાળકીના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા બાળકી બિનવારસી હાલતમાં વિરમગામ નજીકથી મળી આવી હતી. બાળકીના અપહરણની તપાસ કરતા ફૂટપાથ પર રહેતા બન્ને આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા ગુમ હતા. જેથી પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે બંને પકડતા અપહરણનો ભેદ ઉકેલાયો હતા. બન્ને દારૂના નશામાં બાળકીનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું હતું.
પકડાયેલ આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા સાળા બનેવી થાય છે. આરોપી અરવિંદ કચ્છનો રહેવાસી છે. જ્યારે સરમન મોરબીનો રહેવાસી છે. તેઓ સાવરણી બનાવવાના ધંધા માટે અમદાવાદ આવ્યા હતા. સરખેજ નજીક ફૂટપાથ પર રહીને તેઓ સાવણી બનાવીને વેચતા હતા. આ બાળકી પણ પોતાના પરિવાર સાથે ફૂટપાથ નજીક રહેતી હતી. બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે બંને આરોપી નશામાં બાળકીને લઈ ગયા હતા. પરંતુ પોલીસના ડરથી બાળકીને સલામત છોડી દીધી હતી. સરખેજ પોલીસે અપહરણ કેસમાં સાળા બનેવી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાંથી 17 AC ગુમ થવા મામલે સિક્યોરિટી એજન્સીને ફટકારાઇ નોટિસ
સરખેજ પોલીસે અપહરણ કેસમાં પકડેલા બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ બાળકીના અપહરણ પાછળ હ્યુમન ટ્રાફિકિંગ, ભીખ મંગાવવા કે અન્ય કોઈ અદાવતની શંકાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે બાળકીનું મેડિકલ કરાવી તપાસ કરાશે કે આરોપીઓ બાળકી સાથે કોઈ અડપલાં કે કોઈ કૃત્ય આચર્યું છે કે કેમ જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે.