Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરશે, જુઓ Video

|

Jul 20, 2023 | 11:41 PM

અમદાવાદમાં સર્જાયેલા ઇસ્કોન બ્રીજ અકસ્માત( Iskcon Bridge Accident)  કેસમાં તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એક ડીસીપી,એક એસીપી અને પાંચ પીઆઇની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ટ્રાફિક પશ્ચિમ વિભાગના ડીસીપી નીતા દેસાઈ,ટ્રાફિક વિભાગના એસીપી એસ.જે.મોદી અને SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશન પીઆઇ અપૂર્વ પટેલનો સમાવેશ કર્યો છે.

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરશે, જુઓ  Video
iskcon bridge accident

Follow us on

Ahmedabad : અમદાવાદમાં સર્જાયેલા ઇસ્કોન બ્રીજ અકસ્માત( Iskcon Bridge Accident)  કેસમાં તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એક ડીસીપી,એક એસીપી અને પાંચ પીઆઇની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ટ્રાફિક પશ્ચિમ વિભાગના ડીસીપી નીતા દેસાઈ,ટ્રાફિક વિભાગના એસીપી એસ.જે.મોદી અને SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશન પીઆઇ અપૂર્વ પટેલ,

SG 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ-વી.બી.દેસાઈ,A ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ-પી.બી.ઝાલા,N ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ- કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ- એચ.જી.કટારીયા તપાસ કરશે. તેમજ આ ટીમ દ્વારા એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરશે

જો કે આ કેસમાં સામે આવેલી માહિતી મુજબ નબીરો તથ્ય પટેલની પૂછપરછ પોતે કબુલ્યું કે તેની સ્પીડ 120 ઉપર હતી.જગુઆર કારમાં પાંચ સીટીંગ હોવા છતાં ગાડીમાં 6 યુવક યુવતીઓ બેઠા હતા.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત( ISKCON Bridge Accident)  કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.  જેમાં ટ્રાફિક શાખામાં પોલીસ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા છે. જેમાં તથ્ય પટેલ જેગુઆર કાર પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેગુઆર કારથી 9 જેટલા લોકોને 120 ફૂટ જેટલા ઢસડયા હતા.

જ્યારે અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.

આ ઉપરાંત, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ (ISKCON bridge) પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છે. તો તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટનાની પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે. એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ સામેની ડ્રાઈવ વધુ સઘન અને વ્યાપક બનાવવા દિશા નિર્દેશો અપાયા છે. આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેવા દાખલારૂપ કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:32 pm, Thu, 20 July 23

Next Article