ગુજરાતમાં અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું એપીસેન્ટર, આજે કોરોનાના 309 કેસ નોંધાયા

|

Jul 07, 2022 | 9:46 PM

અમદાવાદ કોર્પોરેશન(AMC) દ્વારા કોરોનાના ફેલાવાના અટકાવવા માટે એક ઘરના કોરોનાના ત્રણ કેસ નોંધાશે તો ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું એપીસેન્ટર, આજે કોરોનાના 309 કેસ નોંધાયા
Ahmedabad Corona

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 07 જુલાઇના રોજ કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 303 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. તેમજ અમદાવાદ શહેરમાં સતત વધતા કેસોના પગલે છેલ્લા અઠવાડિયા દરમ્યાન કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1500ને પાર પહોંચી છે. જેમાં જોધપુર વોર્ડમાં સૌથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં જોધપુરમાં 190, બોડકદેવમાં 160, થલતેજમાં 115, નવરંગપુરામાં 120 કેસ, સરખેજ અને ચાંદખેડામાં 75 ,મણિનગર અને વટવામાં 50 કેસ નોંધાયા છે. અમદાવાદમાં શહેરમાં 6 દિવસમાં 1341 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જો કે આ દરમ્યાન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાના ફેલાવાના અટકાવવા માટે એક ઘરના કોરોનાના ત્રણ કેસ નોંધાશે તો ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. તેમજ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં   કોરોનાના  કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 07 જુલાઇના રોજ કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એકટિવ કેસની સંખ્યા 3879એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ  309, સુરતમાં 88, ગાંધીનગરમાં 31, વડોદરામાં 29, સુરતમાં 28, મહેસાણામાં 25,ભરૂચમાં 22, વલસાડ 21, પાટણ 19, ભાવનગરમાં 16, રાજકોટમાં 15, નવસારીમાં 14, મોરબીમાં 13, વડોદરામાં 12, બનાસકાાંઠામાં 08, કચ્છમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ભાવનગરમાં 07, દ્વારકામાં 07,રાજકોટમાં 05,સાબરકાંઠામાં 05, અમરેલીમાં 04, આણંદમાં 04, ગાંધીનગર જિલ્લામાં 04, સુરેન્દ્રનગરમાં 04,જામનગરમાં 03, અરવલ્લીમાં 02,ખેડામાં 02,ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, જુનાગઢમાં 01,પોરબંદરમાં 01,તાપીમાં 01 અને  બોટાદમાં 01 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

Published On - 9:38 pm, Thu, 7 July 22

Next Article