ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સતત બીજા દિવસે ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ત્યારે વધતી ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના (Heat stroke) કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગરમીને લઇને થતી બીમારીના પગલે 108 ઇમરજન્સીને આવતા કોલના આંકડા પણ વધી રહ્યા છે. ગુજરાતમાં 9 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 10 જેટલા કેસ સામે આવ્યા છે. આ 10 કેસમાં અમદાવાદમાં એક કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચો-Rohit Sharma, IPL 2023: રોહિત શર્માને આપેલ LBW આઉટ નિયમ મુજબ યોગ્ય? જાણો શુ કહે છે Rule
અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં 2022માં 10 કેસ નોંધાયા હતા. જ્યારે માર્ચ 2023માં 9 કેસ નોંધાયા હતા. એપ્રિલ 2022માં 49 કેસ જ્યારે એપ્રિલ 2023માં 20 કેસ નોંધાયા છે. તેમજ મે 2022માં 17 કેસ જ્યારે 9 મે 2023 સુધી 10 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં માર્ચ 2022 માં 1 અને માર્ચ 2023 માં 1 કેસ, તો એપ્રિલ 2022માં 3 અને એપ્રિલ 2023 માં 6 તેમજ મે 2022માં 3 અને 9 મે 2023માં 1 કેસ નોંધાયા હતા. 5 મે ના રોજ હીટ સ્ટોકનો એક કેસ અમદાવાદમાં નોંધાયો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મંગળવારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 44 ડિગ્રી નોંધાયું. રાજ્યના 13 શહેરો એવા હતા જ્યા તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો. ત્યારે ગરમીને લગતી બીમારીની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 10 જેટલા હીટ સ્ટ્રોકના કેસ 9મી મે સુધીમાં નોંધાયા છે.
આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. તો અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:10 pm, Wed, 10 May 23