Ahmedabad: ચિરીપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા બીજા દિવસે પણ ચાલુ, રૂ.10 કરોડના બેનામી વ્યવહારો મળ્યા

|

Jul 21, 2022 | 12:26 PM

આવકવેરા વિભાગના 150 અધિકારી દરોડાની કામગીરીમાં જોડાયા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ રકમની કરચોરી પકડાય તેવી સંભાવના છે.

Ahmedabad: ચિરીપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા બીજા દિવસે પણ ચાલુ, રૂ.10 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
Chiripal Group

Follow us on

અમદાવાદ (Ahmedabad) ના ખ્યાતનામ બિઝનેસ હાઉસ  ચિરીપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગ (Income Tax Department) ના દરોડા (raid) ની કાર્વાહી બીજા દિવસે પણ ચાલુ રહી છે. ગઈ કાલે થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહીમાં રૂ.10 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગના દરોડામાં મહત્વના દસ્તાવેજો અને દાગીના પણ મળી આવ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. આવકવેરા વિભાગની અમદાવાદ, વડોદરા સુરતની ટીમો દ્વારા, ચિરીપાલ ગૃપના 47 સ્થળો પર કાર્યવાહી શરૂ કરી હતી. વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના 150 અધિકારી દરોડાની કામગીરીમાં જોડાયા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ રકમની કરચોરી પકડાય તેવી સંભાવના છે.

અમદાવાદના ચિરીપાલ ગ્રૂપના 35થી 40 સ્થળો પર ગઈ કાલે આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસેના ચિરીપાલ હાઉસ અને બોપલ રોડની મુખ્ય ઓફિસ સહિત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તપાસ ચાલુ કરાઈ છે.આ દરોડા દરમિયાન દસ્તાવેજ અને ઈલેક્ટ્રોનિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ તપાસ પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો

ચિરિપાલ ગ્રુપ અમદાવાદની સૌથી મોટી કંપનીઓમાં શામેલ છે. ટેક્સટાઈલ, ફેબ્રિક, યાર્ન અને પેટ્રોકેમિકલ, પેકેજિંગ સોલ્યુસન, એજ્યુકેશન, રોબોટિક, ફાઇનાન્સ સહિતમાં ક્ષેત્ર સાથે સંકળાયેલી આ કંપની 1972માં અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી. થોડા પાવરલૂમ સાથે શરૂ થયેલું ચીરીપાલ ગૃપ શરૂઆતમાં ફેબ્રિક બનાવવાનું કામ કરતું હતું પણ ધીમે ધીમે તે કોટન સ્નીનિંગ અને ડેનિમના ક્ષેત્રમાં આગળ વધ્યું. આ ગૃપ ટુંકા ગાળામાં ખુબ ઝડપથી આગળ વધ્યું છે અને અત્યારે તેનું વાર્ષિક ટર્નઓવર 1500 કરોડ રૂપિયા જેટલું છે. આજે કંપની દર વર્ષે 110 મિલિયન મીટર ડેનિમ, 141 TPD સ્પિનિંગ, 10 મિલિયન મીટર શર્ટીંગ, 10 મિલિયન મીટર યાર્ન ડાયીંગનું ઉત્પાદન કરે છે. વેદપ્રકાશ ચિરીપાલ આ કંપનીના ગૃપ ચેરમેન છે. જ્યારે જયપ્રકાશ ચિરીપાલ, જ્યોતીપ્રસાદ ચિરીપાલ અને બ્રિજમોહન ચિરીપાલ મેનેજિંગ ડાઇરેક્ટર છે. જ્યારે વિશાલ ચિરીપાલ, દીપક ચિરીપાલ, રોનક ચિરીપાલ, અને વંશ ચિરીપાલ ડાઈરેક્ટર છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપની હાલ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે 20 હજાર લોકોને રોજગાર આપે છે.

Published On - 12:25 pm, Thu, 21 July 22

Next Article