Gujarat Weather News: રાજ્યમાં હીટવેવની શક્યતાના પગલે ગાંધીનગરમાં બેઠકોનો દોર, શાળાના સમયમાં ફેરફાર સહિતના સૂચનો

|

Mar 17, 2023 | 5:43 PM

Ahmedabad: રાજ્યમાં માર્ચથી મે મહિના દરમિયાન ગરમીનો પારો વધશે. તેમજ હીટવેવની શક્યતાને જોતા આગોતરા આયોજન માટે ગાંધીનગર રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમા બેઠકમાં જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.

Gujarat Weather News: રાજ્યમાં હીટવેવની શક્યતાના પગલે ગાંધીનગરમાં બેઠકોનો દોર, શાળાના સમયમાં ફેરફાર સહિતના સૂચનો

Follow us on

રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધવાની છે તેમજ હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 16 માર્ચે ગાંધીનગર ખાતે રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં રાહત કમિશનર હર્ષદ પટેલે, દુષ્કાળ અને વરસાદ સહિતની અન્ય કુદરતી આફતોની જેમ ભારત સરકાર દ્વારા હીટવેવને પણ ગંભીરતાથી લઈ, આગોતરા આયોજનનાં પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું. તેમજ આ અંગે મુખ્યમંત્રી દ્વારા રાજ્યસ્તરે પણ હીટવેવ સંદર્ભે આવશ્યક પગલાં માટે સૂચનાઓ આપવામાં આવી છે.

રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વિવિધ કુદરતી આપદા માટે રાજ્યકક્ષાએ 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત છે. તેમજ આ અંગે વખતોવખત જરૂરી માહિતી અને સૂચનાઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવતી હોય છે. ત્યારે માર્ચથી મે સુધીના ત્રણ માસ દરમિયાન હીટવેવથી બચવા શું કરવું? અને શું ન કરવું? એ અંગે સમજણ આપવામાં આવી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

એટલું જ નહીં પણ રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો દ્વારા આગોતરા આયોજન અંગે માહિતી આપતા રાહત કમિશનરે સંભવિત હીટવેવના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવ પ્રોટોકોલ તરીકે વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપ ફ્રીઝર, બરફના પેકેટ્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે, ઊર્જા વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો ચાલુ રહે, પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવા માટે તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવું,

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરમીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવા, બાળકોને સમજ આપવી. શિક્ષક અને વાલીઓને જાગૃત કરવા. કન્સ્ટ્રકશન સાઇટ કે અન્ય સ્થળે બપોરે લાંબો સમય કામ ન કરવું, પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા રાખવી, વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

આ સિવાય અન્ય વિભાગો દ્વારા પણ આવશ્યક પગલાં લેવાય તેમજ વિવિધ સરકારી કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની તેમજ ખુલ્લામાં ન ઊભા રહેવું પડે એ માટે છાંયડાની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ બેઠકના પ્રારંભે હવામાન વિભાગના વડા ડો. મનોરમા મોહંતી દ્વારા માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવની મહત્તમ શક્યતાઓ અને અસરો અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: માર્ચ મહિનામાં હીટવેવ એલર્ટ જાહેર, હીટવેવથી બચવા માટે અત્યારથી જ અપનાવો આ ટિપ્સ

તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાનને હીટવેવની અસર ગણવામાં આવે છે તેમજ તાપમાન 47 ડિગ્રીથી વધે, ત્યારે તેની ગંભીરતા ઓર વધી જાય છે. આ અંગે બેઠકમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લાઓ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી આવશ્યક સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા.

આ બેઠકમાં રાહત કમિશનર હર્ષદ પટેલ, હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહન્તી, વિવિધ વિભાગના રાજ્યકક્ષાના નોડલ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

Next Article