Ahmedabad: અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસસ્ટેશનમાં એક વિઝા એજન્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ એક યુવક પાસેથી ટોકન, એડમિશન ફી, ટ્રાવેલીંગ કાર્ડ અને સ્ટુડન્ટ ફી નાં કુલ 24.34 લાખ ખંખરી લઇ કામ ન કરી આપી સંપર્ક તોડી નાખ્યો હતો. જેથી આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નિકોલના વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઇ પટેલ નિકોલમાં જ એક કારખાનામાં નોકરી કરે છે. તેમના 21 વર્ષીય પુત્ર જૈનિલે વડોદરાની યુનિ.માંથી ડિપ્લોમા એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતો હતો. જેથી જૈનિલના મિત્રના પિતાએ વિદેશ જવા માટે એજન્ટ અજય મહેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
જૈનિલ અને તેના પિતાએ અજય વાઘેલાની મોટેરા ખાતે આવેલી ઓફિસે મળવા ગયા હતા. ત્યાં સ્ટુડન્સ વિઝા પર જૈનિલને મોકલવા બાબતે વાત કરતા અજયભાઇએ 40 લાખનો ખર્ચ કહ્યો હતો. જેથી જૈનિલના પિતા રાજેશભાઇએ ટોકન, એડમિશન ફી, ટ્રાવેલીંગ કાર્ડ અને સ્ટુડન્ટ ફી નાં કુલ 24.34 લાખ ચૂકવી આપ્યા હતા. જો કે ત્રણેક માસ સુધી કોઇ પ્રોસેસ અંગે મેસેજ ન મળતા રાજેશભાઇએ આ એજન્ટ અજયનો સંપર્ક કરતા તેણે પ્રોસેસ ચાલુ હોવાનું કહી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી વિઝાનું કામ ન કરી આપી ઠગાઇ આચરી હતી.
આ પણ વાંચો: Ahmedabad: ગામમાં રોફ જમાવવા હથિયારો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ અને પછી થઈ જોવા જેવી
સમગ્ર મામલે રાજેશભાઇએ ચાંદખેડા પોલીસસ્ટેશનમાં અજયસિંહ વાઘેલા નામના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે એજન્ટ અજયસિંહ વાઘેલા અન્ય કેટલા લોકો સાથે વિઝાના નામે છેતરપીંડી કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો