Ahmedabad: વરસાદની આપત્તિમાં ફાયર જવાનો રહ્યા બચાવની કામગીરીમાં ખડેપગે

|

Jul 20, 2022 | 8:36 PM

અમદાવાદ શહેરમાં પણ ફાયર (Fire) વિભાગ દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં છેલ્લા 8 દિવસમાં 51 જેટલી બચાવ કામગીરી અને આગ લાગવાના કોલને યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસમાં અમદાવાદ ફાયર વિભાગને બચાવ કામગીરી માટે 31 અને આગ લાગવાના બનાવમાં મદદ માટે 20 જેટલા કોલ આવ્યા હતા.

Ahmedabad: વરસાદની આપત્તિમાં ફાયર જવાનો રહ્યા બચાવની કામગીરીમાં ખડેપગે
Ahmedabad: In the disaster of rain, the firemen remained busy in the rescue operation

Follow us on

રાજ્યમાં ગત અઠવાડિયે થયેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોના બચાવની કાબિલેદાદ કામગીરી કરી હતી. અમદાવાદ શહેરમાં પણ ફાયર (Fire) વિભાગ દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં છેલ્લા 8 દિવસમાં 51 જેટલી બચાવ કામગીરી અને આગ લાગવાના કોલને યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસમાં અમદાવાદ ફાયર વિભાગને બચાવ કામગીરી માટે 31 અને આગ લાગવાના બનાવમાં મદદ માટે 20 જેટલા કોલ આવ્યા હતા. અમદાવાદમાં (Ahmedabad) વરસાદની પરિસ્થિતિમાં ફાયર વિભાગને બચાવ કામગીરી માટે આવેલા કોલમાં 7 કોલ વરસાદના કારણે ગાડીમાં ફસાયેલા માણસોની મદદ માટે આવ્યા હતા. જેમાં 141 માણસોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે.

દિવાલ ધસી જવાના 4 કોલ આવ્યા, જેમાં 5 વ્યક્તિઓ દટાઈ ગયા હતા. જેમને પણ સફળતાપૂર્ણ બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી 1 વ્યક્તિને ઈજા થઈ છે, પરંતુ સઘન સારવાર મળતા હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં ગત્ અઠવાડિયે ભારે વરસાદની પરિસ્થિતી સર્જાઈ હતી. વરસાદી પરિસ્થિતિ વચ્ચે સરકાર અને સમાજ સૌએ સાથે મળીને કુદરતી આપતીનો દ્રઢતાપૂર્ણ સામનો કર્યો. હાલ પણ ઘણા સ્થળોએ NDRF અને SDRFના જવાનો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ ફાયર વિભાગ દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં છેલ્લા 8 દિવસમાં 51 જેટલા બચાવ કામગીરી અને આગ લાગવાના કોલ એટેન્ડ કાબિલેદાદ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

ફાયર વિભાગને મકાન પડવાનો પણ એક કોલ આવ્યો હતો, જેમાં પણ સફળતાપૂર્ણ બચાવકામગીરી હાથ ધરવામા આવી છે. શહેરમાંથી ઝાડ પડી જવાના કુલ 18 કોલ ફાયર વિભાગને મળ્યા હતા, જેનું પણ સુપેરે નિકાલ કરીને પરિસ્થિતિને પૂર્વવત કરવામાં આવી. તદ્ઉપરાંત ઈલેક્ટ્રીક થાંભલો પડવાનો એક કોલ મળ્યો હતો, જેમાં પણ સ્થળ પર જઈને સઘન પ્રક્રિયા હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરી છે.

આ પણ વાંચો

આગ લાગવાના મળ્યા 20 કોલ

જ્યારે આગ લગવાના કુલ 20 કોલ મળ્યા હતા. જેમાંથી 17 કોલ ઈલેકટ્રીક શોટ સર્કિટના જ્યારે 3 કોલ ફેકટરીમાં આગ લાગવાના મળ્યા હતા. જેમાં પણ ગણતરીની મીનિટોમાં જ ફાયર વિભાગના જવાનોને સ્થળ પહોંચીને સમગ્ર સ્થિતિને કાબૂમાં લીધી હતી.

  • બચાવ કામગીરી માટેના  31 કોલ
  • દિવાલ ઘસી જવાના 4 કોલ
  • 17 કોલ શોટ સર્કિટ
  •  3 કોલ ફેકટરીમાં આગ લાગવાના
  • 7 કોલ વરસાદમાં ગાડીમાં  ફસાયેલા લોકોના

 

Next Article