Ahmedabad: ચોરાયેલા બુલેટ સાથે ‘કિટ્ટો’ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, આ રીતે આપતા હતા ચોરીને અંજામ

|

Dec 16, 2021 | 4:20 PM

ક્રાઈમ બ્રાન્ચને બાતમી હકીકત મળેલ કે “એક ઈસમ પોતાના કબજામાં કેટલોક ચોરીનો શક પડતો મુદ્દામાલ રાખી તેને વેચવા સારૂ ફરી રહેલ છે. જે આસ્ટોડિયા ઢાળની પોળના નાંકે જાહેરમાં ઉભો છે.”

Ahmedabad: ચોરાયેલા બુલેટ સાથે કિટ્ટો ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, આ રીતે આપતા હતા ચોરીને અંજામ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Ahmedabad Crime: અમદાવાદ શહેર (Ahmedabad City) વિસ્તારમાં બનતા ચોરીના ગુન્હાઓ (Crime) તથા અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે સુચના અને વાહન ચોરી તથા અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) હતી. ત્યારે સ્ક્વોર્ડના કર્મચારીઓએ બાતમીના આધારે નરોડા (Naraoda) કૃષ્ણનગર (Krushna Nagar)માં વિજયપાર્ક ત્રણ રસ્તા પાસે જાહેર રોડ પાસેથી આરોપી કિરીટ ઉર્ફે કિટ્ટો નાગરદાસ પંચાલ, કે જે કૈલાશ એપાર્ટમેન્ટ, ગેલેક્ષી રોડ, નરોડા, રહે છે તેને ચોરીના નંબર વગરના રૂ.90,000ની કિંમતના રોયલ એનફિલ્ડ બુલેટની મત્તાના સાથે ઝડપી પાડ્યો હતો.

 

 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આરોપીની પુછપરછ કરતાં આરોપીએ પોતે તથા તેના મિત્ર મુક્કદશહુશેન અનવરહુશેન શેખ ભેગા મળી બુલેટ તેમજ અન્ય બુલેટ, અપાચે બાઈક, એક્ટીવા, એક્સેસ તથા જ્યુપીટર મળી કુલ-06 વાહનો અમદાવાદ શહેરમાં મહેમદાબાદ તથા ગાંધીનગર ઈન્ફોસીટી ખાતેથી ચોરીઓ કરેલ હોવાની વિગત જણાવેલ છે.

 

આ રીતે આપતા હતા ચોરીને અંજામ

પકડાયેલ આરોપી તથા તેનો મિત્ર મુક્કદશહુશેન અનવરહુશેન શેખનાઓ અમદાવાદ શહેર મહેમદાબાદ તથા ગાંધીનગર ઈન્ફોસીટી વિસ્તારમાંથી રાત્રીના બે અઢી વાગ્યાના સમયે ટુ વ્હિલર વાહનોના લોક તોડી તે વાહનને ધક્કો મારી લઈ જઈ પોતાના ઘરે મુકી રાખતા હતાં. અટક કરેલ આરોપી કિરીટ પંચાલ પાસેથી બુલેટ-1 તથા તેના ઘરેથી બુલેટ-1, એક્ટીવા-1 તથા અપાચે મો.સા.-1 મળી કુલ-4 ટુ વ્હિલર કિ.રૂ2,85,000/-ની મત્તાના કબ્જે કરવામાં આવેલ છે.

 

 

આરોપીએ ચોરી કરેલ ટુ વ્હિલર વાહનો અંગે દાખલ થયેલ ગુન્હાઓ બાબતે તપાસ કરતા નીચે જણાવેલ પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે. અગાઉ પણ આરોપી કિરીટ પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે, જેમાં, વર્ષ 2000માં બાપુનગરના મિલ્કત સંબંધી ગુન્હાઓના કામે પોરબંદર જેલ ખાતે પાસા અટકાયત પણ કરવામાં આવેલ છે.

 

 ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનામાં ફરતા એક આરોપીને ચોરીનો મુદામાલ વેચવા જાય તે પહેલા ઝડપી પાડ્યો

 

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળેલ કે “ એક ઈસમ પોતાના કબજામાં કેટલોક ચોરીનો શક પડતો મુદ્દામાલ રાખી તેને વેચવા સારૂ ફરી રહેલ છે. જે આસ્ટોડિયા ઢાળની પોળના નાંકે જાહેરમાં ઉભો છે.” જે બાતમી આધારે બાતમી વાળી જગ્યા અમદાવાદ શહેર આસ્ટોડિયા ઢાળની પોળના નાંકેથી આરોપી ઉમેશ ઉર્ફે ઉમલો ચુનીલાલ ઝંડાવાળાની ચાંદીનું કડુ કિં. રૂ. 7000 તથા મોબાઈલ ફોન નંગ-1 કુલ કિં. રૂ.10,000 સાથે ઝડપી પાડ્યો હતો.

 

 

આરોપીની પુછપરછમાં આશરે 20 દિવસ પહેલાં સાંતેજ સર્કલ પાસે એક ભાઈ ઉભેલ જેની સાથે સરનામા પુછવાના બહાને વાતચીત કરી, તેને રૂ. 500ની નોટોનું બંડલ બતાવી તેને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ચાંદીનું કડુ તથા મોબાઈલ ફોન લઈ લીધેલ હોવાની હકીકત જણાવેલ હોય આગળની વધુ કાર્યવાહી માટે ગાંધીનગર જીલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

 

 

આ પણ વાંચો: કેટરિના કૈફ અને વિકી કૌશલ ક્રિસમસ પહેલા આપી શકે છે ગ્રાન્ડ રિસેપ્શન, જાણો કોને કોને મળશે આમંત્રણ?

 

આ પણ વાંચો: આ વર્ષે નહીં આવે ક્રિપ્ટો કરન્સી બિલ, જાણો હવે શું છે કેન્દ્ર સરકારની તૈયારી

Published On - 11:19 pm, Wed, 15 December 21

Next Article