Ahmedabad: ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનુ વિચારતા હો તો જલ્દીથી કરાવી લેજો બુકિંગ, ટુર પેકેજ થશે મોંઘા

|

Mar 31, 2023 | 9:45 AM

Ahmedabad: ઉનાળુ વેકેશનમાં જો બહાર ફરવા જવાનુ વિચારતા હો તો જલ્દીથી કરાવી લેજો બુકિંગ કારણ કે બાદમાં તમને ટુર પેકેજ પડશે મોંઘા. હાલમાં 60 ટકા ઉપર ટુર પેકેજ બુકિંગ થઈ ગયા છે અને 20 ટકા જેટલા ટુર પેકેજ મોંઘા પણ થઈ ચુક્યા છે.

Ahmedabad: ઉનાળુ વેકેશનમાં ફરવા જવાનુ વિચારતા હો તો જલ્દીથી કરાવી લેજો બુકિંગ, ટુર પેકેજ થશે મોંઘા

Follow us on

જો તમે ઉનાળાના વેકેશન દરમિયાન બહાર ફરવા જવાનું વિચારતા હોય તો જલ્દીથી બુકિંગ કરાવી લેજો. બાદમાં બુકિંગ કરાવશો તો તમને ટુર પેકેજ મોંઘા પડી શકે છે. હાલમાં મોટાભાગના બુકિંગ ફુલ થઈ ગયા હોવાથી પણ તમે ફરવા જવાથી વંચિત રહી શકો છો. હાલમાં 60% ઉપર ટુર પેકેજો બુકિંગ થઈ ચૂક્યા છે. તેમજ 20 ટકા જેટલા ટુર પેકેજ મોંઘા પણ થઈ ચૂક્યા છે.

ઉનાળુ વેકેશન દરમિયાન આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ લોકો બહાર ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ એટલા માટે કહી રહ્યા છે કેમ કે ટુર ઓપરેટરોના ત્યાં ટુર પેકેજ બુકીંગ માટે લોકોની ભીડ જામી છે. તે પછી આપણા રાજ્યમાં ફરવા જવાની વાત હોય કે પછી આપણા દેશમાં કે વિદેશમાં. જોકે ટુર ઓપરેટરના મતે આ વર્ષે લોકો વિદેશમાં વધુ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે.

ટુર પેકેજ સંચાલકના જણાવ્યા મુજબ આ વર્ષે ઇન્ટરનેશનલ ટુરમાં સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઇ, બાલી, યુરોપની ડિમાન્ડ વધુ છે. ડોમેસ્ટિકમાં કાશ્મીરની કે જ્યાં કાશ્મીરમાં માર્ચમાં લોકો વધુ ફરવા જતા બંધ હોટેલ પણ ખુલી ગઈ. એટલું જ નહીં પણ આ વર્ષે વિદેશમાં હોટેલ, એરલાઇન્સ સહિત ભાવમાં વધારો થતાં 20 ટકા ટુર પેકેજ મોંઘા થયાનું પણ જણાવ્યું. જેમાં સિંગાપુર પેકેજ 1.20 લાખ હતું. દુબઇનું 50 હજાર પેકેજ હતું તેમાં 20 ટકા ભાવ વધારો થયો. તો અન્ય સ્થળોના ટુર પેકેજમાં પણ 20 ટકા ભાવ વધારો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મે મહિનાની ટુર મોટાભાગની બુક થઈ ગઈ હોવાનું જણાવી બાળકોની પરીક્ષા પૂર્ણ થતાં લોકો આ વર્ષે એપ્રિલના બદલે માર્ચ મહિનાથી જ ફરવાનું શરૂ કરી દીધું. જેના કારણે ફરવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે.  આ તરફ કોરોના સમય પહેલા થી જ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહેલા લોકોએ ટુર પેકેજ મોંઘા થવા છતાં પણ બહાર ફરવા જવા પ્લાન કર્યાનું ટુર સંચાલકે જણાવ્યુ.

આ પણ વાંચો: Tourist Places: કુટુંબ સાથે વેકેશનમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો, સૂચિમાં સમાવિષ્ટ સ્થળો વિશે જાણો

હાલ તો મોંઘવારી વચ્ચે પણ લોકો ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ દિવસે ને દિવસે દેશ સાથે વિદેશમાં ફરવા જવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને પણ એક વાર વિદેશ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ ફરવા જવા ઇચ્છતા લોકોએ જલ્દી બુકીંગ કરાવું પડશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article