Ahmedabad : પત્નીએ પતિ વિરુદ્ધ દહેજ સહિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ફરિયાદ કરતા પતિની કરાઈ ધરપકડ, પિયર પક્ષના લોકોએ પતિના ઘર પર હુમલો કરતા સસરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

|

Jun 22, 2023 | 7:00 PM

Ahmedabad: 15 વર્ષના લગ્ન જીવન બાદ એક પરિણિતાએ તેના પતિ સામે 10 તોલા સોનાનું દહેજ સહિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે પતિની ધરપકડ કરી છે. બીજી તરફ પત્નીના પિયરપક્ષના લોકોએ પતિના ઘર પર હુમલો કરતા સસરાને ગંભીર ઈજા પહોંચી છે.

Ahmedabad : પત્નીએ પતિ વિરુદ્ધ દહેજ સહિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ફરિયાદ કરતા પતિની કરાઈ ધરપકડ, પિયર પક્ષના લોકોએ પતિના ઘર પર હુમલો કરતા સસરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Follow us on

Ahmedabad: અમદાવાદમાં 100 તોલા દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે આરોપી પતિની કરી ધરપકડ કરી છે. ફરિયાદી મહિલાના પિયર પક્ષના લોકોએ પતિના ઘર પર હુમલો કર્યો. આ હુમલાનો વીડિયો પણ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી છે. પતિ-પત્નીના ગૃહકંકાસના વિવાદ વચ્ચે મહિલા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.

પિયર પક્ષના લોકોએ પતિના ઘર પર લાકડીઓ વડે કર્યો હુમલો, સસરાને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસએ વિવાદ ઉભો કર્યો. પત્નીએ પતિ વિરુદ્ધ 100 તોલા સોનાની દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. ત્યારે બીજી તરફ રાણીપ વિસ્તારમાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ ફરિયાદી મહિલાના સાસરીમાં હુમલો કર્યો અને વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી. ઘટનાની વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરતા તેને માર માર્યો અને પત્ની રિસાઈને પિયર પહોંચી ગઈ હતી. દીકરીની હાલત જોઈને પિયર પક્ષ લાકડીઓ સાથે સાસરી પક્ષમાં પહોંચી ગયા અને હુમલો કરી દીધો. જેમાં સસરા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જયારે પરિણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પતિના પરિવારે મહિલા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

15 વર્ષના લગ્ન જીવનને ગૃહકંકાસ ભરખી ગયું. પરંતુ આ વિવાદ અને ઝઘડા વચ્ચે મહિલા પોલીસ પર પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. પતિ પત્નીના ઝઘડામાં અરજી કરીને સમાધાન કરાવનાર મહિલા પોલીસે આ કેસમાં અરજી લીધા બાદ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધી. સામાન્ય રીતે ફરિયાદ બાબતે આનાકાની કરતી મહિલા પોલીસે આ કેસમાં તપાસ વગર ખોટી ફરિયાદ નોંધી તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ પરણીતાં આક્ષેપો કર્યા તેનો પતિ 100 તોલા દહેજની માંગ કરીને માનસિક ત્રાસ આપતો હતો અને સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હેરાન કરતો હતો. સાથે સસરા પણ વંશ વધારવા પુત્ર માટે મહેણાં ટોણા મારતા હતા. આ ઉપરાંત પતિના પરિવારે આક્ષેપ કર્યો છે કે મહિલાના પિતા ગામના મોટા ભુવાજી છે. જેથી પોલીસમાં ખોટી ફરિયાદ કરીને પરેશાન કરે છે. જ્યારે મહિલા પોલીસની ભૂમિકા પણ શકાસ્પદ કેસમાં જોવા મળી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Ahmedabad: સનાથલ બ્રિજ પર ગાબડા પડવા મુદ્દે ઔડાએ બ્રિજ બનાવનાર કંપનીને ફટકારી નોટિસ, SVNIT કરશે બ્રીજની ગુણવત્તાની ચકાસણી

પતિ પત્નીના ઝઘડાનો વિવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. અને પોલીસે ગણતરીના કલાકોમાં પતિની ધરપકડ કરીને પોતાની સારી કામગીરી બતાવી. પરંતુ પારિવારિક વિવાદ વચ્ચે પોલીસની તપાસ અને ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે. જેને લઈ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરનાર અધિકારી પર આ કેસને લઈ તમામ દિશામાં યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article