Ahmedabad : ગુજરાત હાઇકોર્ટના આદેશની અવગણના કરવી શાળાના આચાર્યને ભારે પડી, જુઓ શું થઈ કાર્યવાહી ?

|

Jun 23, 2022 | 8:24 AM

પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલી સરસ્વતી શાળાનું ગેરકાયદેસર બાંધકામ થતા કોર્ટ (High Court) આચાર્ય સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.

Ahmedabad : ગુજરાત હાઇકોર્ટના આદેશની અવગણના કરવી શાળાના આચાર્યને ભારે પડી, જુઓ શું થઈ કાર્યવાહી ?
Gujarat High Court (File Photo)

Follow us on

અમદાવાદની(Ahmedabad)  સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય સામે હાઈકોર્ટે(Gujarat Highcourt)  ચાર્જફ્રેમનો આદેશ આપ્યો છે.ગુજરાત હાઇકોર્ટના આદેશની અવગણના કરવી આ સ્કૂલ આચાર્યને(School Principal)  ભારે પડી છે.મહત્વનું છે કે,હાઈકોર્ટની અવગણના કરતા શાળાના આચાર્ય સામે ચાર્જફ્રેમ(Chargeframe)  કરવા કોર્ટે આદેશ કર્યો છે. પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલી છે સ્કૂલમાં બાંધકામ ન કરવા કોર્ટનો આદેશ હોવા છતાં બાંધકામ કરાયું હતું.

જે મામલે હાઈકોર્ટે શાળાના આચાર્યને સવાલ કર્યા હતા કે બાંધકામ કર્યું તો અધિકારીને જાણ કેમ ન કરવામાં આવી.જેથી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા કોર્ટ શાળાના આચાર્ય સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન ન થતા કાર્યવાહી

આ પહેલા થોડા દિવસો અગાઉ ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન નહીં કરવાના વલણ સામે ચીફ જસ્ટિસે ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વર્ષ 2019માં થયેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજીમાં આપેલ બાહેંધરી પ્રમાણે કાર્યવાહી કરવામાં નથી આવી. જેથી આ મામલે ફરી એક વાર કન્ટેન્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી હતી. બે કર્મચારીઓને કાયમી કરવાની બાબતે નાણાં વિભાગે બોર્ડની ફાઇલમાં ઉલ્લેખ કર્યો હતો કે ‘કોર્ટનો કોઈપણ નીતિ વિરોધનો આદેશ હોય, તો તેનું પાલન કરતા પહેલા તેમની અગાઉથી પરવાનગી લેવા માટે સૂચના આપવામાં આવે છે.

Next Article