Ahmedabad: પીરાણામાં ઇમામશાહ મસ્જિદ-મંદિરનો વિવાદ, હાઇકોર્ટે જિલ્લા કલેકટર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી

અમદાવાદના (Ahmedabad) પ્રસિદ્ધ પીરાણા સ્થિત ઇમામ શાહ દરગાહની જગ્યા પર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલા રિનોવેશન કામને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt)પડકારવામાં આવ્યું છે. આ મુદ્દો કોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી છે.

Ahmedabad: પીરાણામાં ઇમામશાહ મસ્જિદ-મંદિરનો વિવાદ, હાઇકોર્ટે જિલ્લા કલેકટર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી
Gujarat High Court
Image Credit source: file photo
| Edited By: | Updated on: Jun 25, 2022 | 8:01 AM

અમદાવાદમાં (Ahmedabad)આવેલા પીરાણામાં હિન્દુ મુસ્લિમ (Muslim)આસ્થાના કેન્દ્ર સમી પીર ઇમામ શાહ (Pirana)બાવાની દરગાહ અને નિષ્કંલકી નારાયણ મંદિર આવેલું છે . આ સ્થાનનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) પહોંચ્યો છે. આ વિવાદમાં સુન્ની અવામી ફોરમ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીર ઇમામશાહ બાવાની દરગાહ અને આસપાસના મુસ્લિમ સ્થળને હિન્દુ ધાર્મિક સ્થળોમાં રૂપાતંરિત કરવામાં આવી રહ્યા છે. અરજીમાં દરગાહ પરિસરમાં મૂર્તિઓની સ્થાપનાને ગેરકાયદેસર અને ગેરબંધારણિય ગણાવવામાં આવી છે આ મુદ્દે કોર્ટે પીરાણા ટ્રસ્ટ અમદાવાદ, જિલ્લા કલેકટર તેમજ રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.

જાહેર હિતની અરજીમાં રિનોવેશનના કામને પડકારાયું

અમદાવાદના પ્રસિદ્ધ પીરાણા સ્થિત ઇમામ શાહ દરગાહની જગ્યા પર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલા રિનોવેશન કામને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. જાહેર હિતની અરજી(PIL )માં ઉપાસનાસ્થળ અધિનિયમ (Places of Worship Act, 1991)ને  રજૂ કરીને  કહેવામાં આવ્યું છે કે   ંઆ બાંધકામ ટ્રસ્ટની યોજના અને જોગવાઈઓના ઉલ્લંઘન સમાન છે.બાવાની દરગાહ અને આસપાસના મુસ્લિમ સ્થળને હિન્દુ ધાર્મિક સ્થળોમાં રૂપાતંરિત કરવામાં આવી રહ્યા છે. અરજીમાં દરગાહ પરિસરમાં મૂર્તિઓની સ્થાપનાને ગેરકાયદેસર અને ગેરબંધારણિય ગણાવવામાં આવી છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટીશનમાં   કહેવામાં આવ્યું છેકે  આ  બાંધાકામને  રોકવામાં  આવે. આથી હવે ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દે  નોટિસ પાઠવી છે.

 

શું છે સમગ્ર વિવાદ?

ઇમામશાહ બાબાની ઐતિહસકિ દરગાહ  આશરે ૬૦૦ વર્ષ જૂની છે અને તે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો માટે એકતાના પ્રતિક સમાન ગણાય છે. અમદાવાદ શહેરની પૂર્વ દિશાએ સરદાર પટેલ રિંગરોડ તેમજ અસલાલી રોડ પર નિષ્કલંકી નારાયણનું મંદિર આવેલું છે અહીં મંદિરની પાસે જ ઇમામશાહી મસ્જિદ આવેલી છે.  આ મસ્જિદ 600 વર્ષ જૂની મનાય છે અને અહીં સતપંથી સમાજ એટલે કે કચ્છી કડવા પાટીદાર અને સૈયદ સમાજની વચ્ચે ઇમામશાહ દરગાહમાં સમાધિસ્થળ નજીક એક દીવાલ બનાવવા મુદ્દે વિવાદ ઉભો થયો હતો અને આ મુદ્દો શાંત પડે તે પહેલાં જ આ પરિસરમાં મૂર્તિઓ મૂકવાનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. હવે આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો છે. સામાન્ય સંજોગોમાં અહીં હિન્દુ તથા મુસ્લિમ  બંને કોમના લોકો  દર્શન અને દૂઆ  કરવા આવતા હોય છે  તેમજ વિવિધ માનતાઓ પૂરી કરવા પણ આવતા હોય છે.  દરગાહ પરિસરના રીનોવેશન માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 28 જાન્યુઆરી, 2022ના રોજ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ આદેશ અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર અપાયો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

Published On - 7:59 am, Sat, 25 June 22