Ahmedabad: પ્રાંતિજના MLA ગજેન્દ્ર પરમારને હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન, કહ્યું આ રાહતને કોર્ટનું નરમ વલણ ન સમજતા

|

Jan 26, 2023 | 9:58 AM

MLA ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.  હવે  રાજસ્થાન પોલીસ આગામી  મુદત સુધી  આ નેતાઓની  ધરપકડ કરી શકશે નહીં.  સાથે સાથે હાઇકોર્ટે (Gujarat highcourt) ટકોર પણ કરી હતી કે આ જામીન રાહતને કોર્ટનું નરમ વલણ સમજવામાં આવે નહીં.

Ahmedabad:  પ્રાંતિજના MLA ગજેન્દ્ર પરમારને હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન, કહ્યું આ રાહતને કોર્ટનું નરમ વલણ ન સમજતા

Follow us on

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અગાઉ શારીરિક શોષણનો ગંભીર આરોપ મુકનાર મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી હતી અને કિશોરી સાથે છેડતી કરવાના આરોપમાં બંને સામે પોક્સો  એક્ટ  (Protection of Children from Sexual Offences Act, 2012) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો  હતો.

આ ઘટનામાં અરજન્ટ ચાર્જમાં બંધ બારણે હાઇકોર્ટમાં સુનાવણી  થઈ હતી અને ગુજરાત હાઇકોર્ટે  MLA ગજેન્દ્રસિંહ પરમારને આંશિક  રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.  હવે  રાજસ્થાન પોલીસ આગામી  મુદત સુધી  આ નેતાઓની  ધરપકડ કરી શકશે નહીં.  સાથે સાથે  કોર્ટે ટકોર પણ કરી હતી કે  આ જામીન રાહતને કોર્ટનું નરમ વલણ સમજવામાં આવે નહીં. નોંધનીય  છે કે આગામી મુદત સુધી ધરપકડ ન કરવા માટે  આ ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટ પાસે દાદ માગવામાં આવી હતી.  તો સામે પક્ષે   ગજેન્દ્ર પરમારે સ્થાનિક  કોર્ટમાં હાજર રહેવા કોર્ટમાં આપી બાંહેધરી આપી છે.   આ  છેડતીની  ઘટનામાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જાણો શું છે સમગ્ર ઘટના?

વર્ષ 2020માં બની  હતી ઘટના

આ ઘટનામાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ પણ હતા. જે બાદ તમામ લોકો જેસલમેર જવાને બદલે અમદાવાદ પરત આવી ગયા હતા. આટલા  સમય  દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્વ મહિલાએ કરેલા શારીરિક શોષણના આક્ષેપને લઇને કેસ ચાલતો હતો. જેમાં સતત મળતી ધમકીઓના કારણે 5  માર્ચ 2022ના રોજ તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વર્ષ 2022ની  ચૂંટણીમાં વિજેતા રહ્યા હતા ગજેન્દ્ર પરમાર

પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત થઈ હતી. , જ્યારે કોગ્રેંસના બહેચરજી રાઠોડની હાર થઈ હતી. આ વખતની ટર્મમાં ભાજપે ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી પ્રાંતિજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા  હતા.  પ્રાંતિજના  આ ધારાસભ્યએ  બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે ત્યારે  હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટના કેવો વળાંક લે છે અને કોર્ટ આગામી સમયમાં MLA ને શું આદેશ આપે છે.

Next Article