Ahmedabad : અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ડ્રગ્સના(Drugs) દૂષણમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે તેની સામે અમદાવાદ પોલીસની સાથે સાથે સ્ટેટ લેવલની વિવિધ એજન્સીઓ પણ સતત કાર્યવાહી કરી રહી છે. તેવામાં ડ્રગ્સના દૂષણ ને અટકાવવા માટે રાજ્ય સરકારની કામગીરી પર ગુજરાત હાઇકોર્ટ(Gujarat Highcourt) સંતોષ વ્યક્ત કર્યો છે.
થોડા સમય અગાઉ અમદાવાદ શહેરમાં ડ્રગ્સના વેચાણ માટે બાળકોનું ઉપયોગ થતો હોવા મામલે રાજ્યની વડી અદાલતે સ્વત: સંજ્ઞાન લઈ જાહેર હિતની અરજી દાખલ કરી હતી તેમાં રાજ્ય સરકાર સહિતના સંબંધિત વિભાગોને નોટિસ પાઠવી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
જે સંદર્ભે રાજ્ય સરકારે અને ગૃહ વિભાગે તાત્કાલિક આદેશો પણ આપ્યા હતા જે સંદર્ભે કેટલાક લોકોના અટકાયતી પગલા પણ ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરની તમામ શાળા કોલેજોની આસપાસના વિસ્તારમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ડ્રગ્સ ની સાથે સાથે ઇ-સિગરેટ ના વધતા વ્યાપને અટકાવવા માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણ સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જીનાં ઉચ્ચ અધિકારીઓને વિશેષ કામગીરી આપવામાં આવી હતી. અધિકારીઓ અને તેમની ટીમને કરેલી કામગીરીનો વિગતવાર રિપોર્ટ સોગંદનામાં સ્વરૂપે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો જેને લઈને ગુજરાત હાઇકોર્ટ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટમાં માહિતી આપી હતી કે રાજ્યના ગૃહ વિભાગે તમામ પોલીસ કમિશનરની સાથે સાથે જિલ્લા પોલીસ વડાઓને વિવિધ જગ્યાએ અવેરનેસ કાર્યક્રમ કરવા નિર્દેશો આપ્યા હતા આ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનોના માધ્યમથી શાળા કોલેજોમાં જાગૃતિના કાર્યક્રમો અને સેમિનારો પણ યોજ્યા હતા. સમગ્ર માહિતી બાદ ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે હજુ પણ આશા રાખીએ છે કે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામેની કાર્યવાહી ચાલુ રાખશે અને કસૂરવારો સામે યોગ્ય પગલાઓ પણ ભરશે.
ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલ મનીષા લવ કુમાર શાહે પણ રાજ્ય સરકાર વતી કોર્ટને આ સ્વસ્થ કર્યા હતા કે રાજ્ય સરકાર હંમેશા ડ્રગ્સના દુષણ ને ડામવા માટે કટિબંધ છે અને કડક કાર્યવાહી હંમેશા ચાલુ રહેશે અને આ બાદ કોર્ટ જાહેર હિતની અરજીનો નિકાલ કર્યો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો