Ahmedabad: દાહોદ નજીક ટ્રેન અકસ્માતમાં ટ્રેકને ભારે નુકસાન, 27થી વધુ ટ્રેનો રદ, 30થી વધુ ટ્રેનો ડાયવર્ટ, 14 કલાક બાદ પણ ટ્રેક બંધ

|

Jul 18, 2022 | 5:35 PM

ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહીત પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વહેલી તકે રેલ્વે ટ્રેક ફરી ચાલુ કરવા કવાયત શરૂ કરી હતી.

Ahmedabad: દાહોદ નજીક ટ્રેન અકસ્માતમાં ટ્રેકને ભારે નુકસાન, 27થી વધુ ટ્રેનો રદ, 30થી વધુ ટ્રેનો ડાયવર્ટ, 14 કલાક બાદ પણ ટ્રેક બંધ
train accident near Dahod

Follow us on

દાહોદ (Dahod) નજીક દિલ્હી-મુંબઇના માર્ગના મંગલ મહુડી નજીક મોડી રાત્રે રેલ અકસ્માત (accident)  સર્જાતા ટ્રેન (Train) વ્યવહાર પર વર્તાઈ અસર પડી હતી. માલગાડી પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે અમદાવાદ દિલ્હી સહિતની 30 ટ્રેનો ડાયવર્ટ કરાઈ હતી. જ્યારે 27 જેટલી ટ્રેન રદ કરાઈ હતી. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં દાહોદ-વડોદરાની બે ટ્રેન, કોટા એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનલનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહીત પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વહેલી તકે રેલ્વે ટ્રેક ફરી ચાલુ કરવા કવાયત શરૂ કરી હતી. જોકે 14 કલાક બાદ પણ દિલ્લી બોમ્બે રેલ માર્ગ ખુલ્લો થઈ શક્યો નથી.

 

train accident near Dahod

 

આ પણ વાંચો

દાહોદ નજીક દિલ્હી-મુંબઇના માર્ગના મંગલ મહુડી પાસે થયેલા અકસ્માતમાં માલગાડીના 12થી વધુ ડબા ખડી જતાં એકબીજા પર ચઢી ગયા હતા, જેના કારણે મુંબઈ-દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. આ ઉપરાંત ટ્રેક ઉપરના વીજ કેબલોમાં પણ ભારે નુકસાન થયું હતું જ્યારે રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. આના કારણે મુંબઈ-દિલ્હી અને અમદાવાદ દિલ્હી લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ અકસ્માતના કારણે કુલ 27 ટ્રેન રદ કરવી પડી હતી જ્યારે 30 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના મંગલમહુડી-લીમખેડા સ્ટેશનો વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અપ અને ડાઉન લાઇન બ્લોક થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

 

train accident near Dahod

 

અમદાવાદ ડિવિઝનમાંથી રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેનો 18.07.2022 ના રોજ રદ

1.   ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના અઝીમાબાદ એક્સપ્રેસ

2.   ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ

3.   ટ્રેન નંબર 12917 અમદાવાદ-એચ.નિઝામુદ્દીન  ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ

4.   ટ્રેન નંબર 01468 અમદાવાદ- આગ્રા કેન્ટ સ્પેશિયલ

5.   ટ્રેન નંબર 19309  ગાંધીનગર કેપિટલ – ઇન્દોર  શાંતિ એક્સપ્રેસ

6.   ટ્રેન નંબર 19310  ઇન્દોર – ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ

અગાઉ રદ કરેલ ટ્રેન

1. ટ્રેન નંબર 09320 જહોન વોધારા સ્પેશિયલ, 18મી જુલાઈ, 2022ના રોજ જાહોનથી ઉપડતી

2. ટ્રેન નંબર 19819 વિદોરા કોટા એક્સપ્રેસ, 18મી જુલાઈ, 2022ના રોજ વડોદરાથી ઉપડતી

3. ટ્રેન નંબર 09317 વડોદરા-વાહને સ્પેશિયલ, 18મી જુલાઈ, 2022ના રોજ વડોદરાથી ઉપડતી

4. ટ્રેન નંબર 12953 મુંબઈ સેન્ટ્રલ નિઝામુદ્દીન ઓગસ્ટ રિવોલ્યુશન એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 18 જુલાઈએ ઉપડતી

5. ટ્રેન નંબર 12925 બાંદ્રા ટર્મિનસ અમૃતસર એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી 18મી જુલાઈ, 2022ના રોજ ઉપડતી

 

 

Published On - 5:23 pm, Mon, 18 July 22

Next Article